વ્યારા તાલુકાના નાની સાતસિલા ગામે રહેતા 65 વર્ષીય નપરિયાભાઈ ગામીતનો મૃતદેહ એક દિવસ અગાઉ તેમના જ ઘર આંગણે લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ હત્યાની જાણ થતાં વ્યારા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
વ્યારામાં સગા પુત્રએ પિતાની હત્યા કરતા ચકચાર - Hatya
તાપીઃ વ્યારામાં એક દિવસ પહેલા એક પુત્રએ પોતાના પિતાને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનામાં તાપી જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
હત્યા
પોલીસને તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, નપરિયાભાઈના સગા પુત્ર લલ્લુભાઈ એ જ વડીલો પાર્જિત જમીનના ઝગડાને લઈ પિતાને ઊંઘમાં જ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વ્યારા પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા પુત્ર લલ્લુને ઝડપી પાડ્યો હતો.