ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના હરિપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ, 10 ગામ સંપર્ક વિહોણા - તાપીના સમાચાર

તાપી: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાઉ થયો છે. કોઝવેના સામે 10 જેટલા ગામો બારડોલીથી સંપર્ક વિહોણા થયા છે.

હરિપુરા ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

By

Published : Sep 15, 2019, 6:39 PM IST

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ડેમના 13 જેટલા દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદી પ્રભાવિત થઈ છે, ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા નદીના સામે પાર આવેલા ઉન, કોસડી, ગોડાવાડી, ખંજરોલી તેમજ પુના સહિતના 10 જેટલા ગામોનો બારડોલીથી સીધો સંપર્ક તૂટી ગયો છે. આ ચોમાસાની સિઝનની વાત કરીએ તો હરિપુરા લો લેવલ કોઝવે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. હાલ તો કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હરિપુરા ગામે આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ

ઉકાઈ ડેમમાંથી 1.43 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી હાલ તાપી નદીમાં છોડાય રહ્યું છે. તાપી નદી જાણે ગાંડીતુર થઈ છે અને તાપી નદીના કિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. હરિપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાઉ થતા જ સામે પાર આવેલા 10 જેટલા ગામોના લોકોનો બારડોલીથી સીધો સંપર્ક તૂટી ગયો છે અને તેઓએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે પણ 30 થી 35 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે.

ABOUT THE AUTHOR

...view details