સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્યાસ બુઝાવતા અને પ્રદેશની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી ૨૧૧ મીટર ઉપર પહોચી છે. જેને લઇને આ ડેમમાંથી ૨ લાખ કયુસેકથી વધારે પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે, તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ૬ લાખ કયુસેકથી વધુ પાણીની આવક થતા ઉકાઈ ડેમની સપાટી ૩૩3 ફૂટ નજીક પહોચી છે.
પ્રદેશની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા - doors opened
તાપી: એક તરફ દેશમાં મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરુ કર્યું છે. ત્યારે, અનેક જગ્યાઓએ મેઘ મહેર મેઘ કહેર જોવા મળી રહી છે. તાપી નદીના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પડેલા વરસાદના કારણે તાપી નદીમાં નવા નીર આવવાથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે મોડી સાંજે ઉકાઈ ડેમના 10 દરવાજા 3 ફૂટ જેટલા અને 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો હતો.
![પ્રદેશની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4094477-thumbnail-3x2-tapi.jpg)
Ukai dam
પ્રદેશની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા, ETV BHARAT
ઉકાઈ ડેમના સત્તાવાળાઓએ ડેમના ૧૧ દરવાજા ખોલ્યા છે. જેમાં ૧૦ દરવાજા ૩ ફૂટ જેટલા અને ૧ દરવાજો ૨ ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. હાઈડ્રો ૨૩૧૮૦ માં કયુસેક અને ડેમમાંથી ૫૩૬૯૪ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમ ખાતે પાણી છોડવામાં આવતા નયન રમ્ય દર્શ્યો સર્જાયાં છે. જ્યારે તાપી નદીમાં ઉકાઈ ડેમનું પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળ સ્તર વધવા પામ્યું હતું.