- નામી બિલ્ડર હત્યામાં વપરાયેલી કાર મળી
- હત્યારાઓ પોલીસથી દૂર
- બિલ્ડરની જાહેરમાં કરાઈ હતી હત્યા
તાપીઃ જિલ્લાના વડામથક વ્યારા ખાતે શુક્રવારના રોજ નિસિશ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટર સાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા. આ સમયે વ્યારાના શનિદેવ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં સવાર 4 અજાણ્યા શખ્સોએ નિસિશ શાહ ઉપર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થયા હતા. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં બારડોલી તાલુકાના મઢીગામની નેહરમાંથી એક કાર મળી આવી હતી.
આ પણ વાંચોઃ વ્યારામાં બિલ્ડરની હત્યામાં વપરાયેલી કાર મઢી નજીક નહેરમાંથી મળી આવી
કારમાંથી 1 ચાકુ અને 1 બેશબોલની સ્ટીક મળી