ગુજરાત

gujarat

ETV Bharat / state

એક તરફી પ્રેમમાં તાપીના યુવાને સાપુતારા ટેબલ પોઇન્ટ પરથી ખીણમાં ઝંપલાવ્યું - Surgana Police

એક તરફી પ્રેમમાં નિષ્ફળ રહેલા તાપી જિલ્લાના યુવાન સાપુતારાના ટેબલ પોઈન્ટ પર (Saputara Suicide Point )આવેલ ખીણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે. ખીણ સાઇડ તપાસ હાથ ધરતા મહારાષ્ટ્રમાં આવતી ઊંડી ખીણમાં ગુમ થયેલ યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો.

એક તરફી પ્રેમમાં તાપીના યુવાનને સાપુતારા ટેબલ પોઇન્ટ પરથી ખીણમાં ઝંપલાવ્યું
એક તરફી પ્રેમમાં તાપીના યુવાનને સાપુતારા ટેબલ પોઇન્ટ પરથી ખીણમાં ઝંપલાવ્યું

By

Published : Jun 24, 2022, 1:13 PM IST

ડાંગઃસાપુતારાના ટેબલ પોઈન્ટ પર આવેલ ખીણમાં પડતું મૂકી આત્મહત્યા (Saputara Suicide Point )કરી લેતા અરેરાટી ફેલાઇ છે. યુવકની બાઇક સાપુતારા ટેબલ પોઇન્ટ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જયારે ગુમ થયેલ યુવકનો વિકૃત મૃતદેહ મળી( Tapi youth commits suicide )આવ્યો હતો જેની ઓળખ તેના પિતાએ કરી છે.

આ પણ વાંચોઃChild suicide in Surat: કામરેજના ખોલવડમાં સગીરે કર્યો આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં બાવાનો ઉલ્લેખ

સાપુતારાના ટેબલ પોઈન્ટ -એક તરફી પ્રેમમાં નિષ્ફળ રહેલા તાપી જિલ્લાના યુવાન સાપુતારાના ટેબલ પોઈન્ટ પર આવેલ ખીણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઇ છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આસન ગામમાં રહેતો સોનિષ ગામીતે ગામમાં યુવતી સાથે એક તરફી પ્રેમ હતો તેમાંતે નાસીપાસ થઈ 15 જૂનના રોજ ઘરેથી પોતાની બાઇક લઇને નીકળી ગયો હતો. જે અંગે યુવકના માતા-પિતા એ સોનગઢ પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી શોધખોળ આદરી હતી.

આ પણ વાંચોઃપુલવામામાં CRPF જવાને ખુદની રાઇફલથી ગોળી મારીને કરી આત્મહત્યા, 5 પેજની લખી સુસાઇડ નોટ

ખીણમાં ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો -આ દરમિયાન ગુમ થયેલ યુવકની બાઇક સાપુતારા ટેબલ પોઇન્ટ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે અંગે સગા વ્હાલા અને મહારાષ્ટ્ર પોલીસે ટેબલ પોઈન્ટના સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાતી ખીણ સાઇડ તપાસ હાથ ધરતા મહારાષ્ટ્રમાં આવતી ઊંડી ખીણમાં ગુમ થયેલ યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ તેના પિતાએ કરી હતી. તેમજ યુવકને પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલું ભર્યુ હોવાનું પોલીસને જણાવ્યું હતું. સુરગાણા પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details