આનંદો ! ઉકાઈ ડેમની સપાટી તેના રૂલ લેવલથી એક ફૂટ વધી તાપી :જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેનાથી ડેમની સપાટી 334.90 ફૂટને પાર પહોંચી ગઈ છે. જે તેના રૂલ લેવલથી એક ફૂટ વધુ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં પાણીની આવક 800 ક્યુસેક અને ડેમમાં પાણીની જાવક 800 કયુસેક છે. રૂલ લેવલ પાર થઈ જતાં અગાઉ અધિકારીઓ દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 4 હાઈડ્રો યુનિટ ચાલુ કરવામાં આવ્યા હતા. હાલ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમ :આ બંધનું બાંધકામ 1972 ની સાલમાં પૂર્ણ થયું હતું. ત્યારે ઉકાઈ ડેમના નિર્માણનો હેતુ સિંચાઇ, જળ વિદ્યુત અને પૂર નિયંત્રણ હતો. 62,255 ચોરસ કિમીના સ્ત્રાવક્ષેત્ર અને 52,000 હેક્ટર વિસ્તારમાં પાણીના ફેલાવા સાથે ઉકાઈ બંધ ભાખરા નાંગલ બંધ સમાન ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે તાપી, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં પશુપાલકો, ખેતી, ઉદ્યોગ વગેરે માટે ઉકાઈ ડેમનું પાણી ઉપયોગી બની રહે છે.
ડેમની ક્ષમતા : દક્ષિણ ગુજરાતના સરદાર ડેમ પછીનો મહત્ત્વનો ડેમ ઉકાઇ ડેમ છે. ત્યારે તાપી જિલ્લાના તાલુકામાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તમામ તાલુકાઓને પાણીનો જથ્થો પૂરો પાડવા સક્ષમ છે. ઉનાળાની ઋતુની ગરમીને ધ્યાને લઇને ઉકાઈ ડેમ ખેડૂતોના પાક માટે પાણીનો દાતાર ડેમ પણ ગણવામાં આવે છે. ઉકાઈ ડેમનું રૂરલ લેવલ પાર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમ કુલ 5 જિલ્લાઓને પાણી પૂરું પાડે છે. જેમાં પશુપાલક, સિંચાઈ અને રોજિંદા વપરાશ માટે 5 જિલ્લાઓને તેનાથી પૂરતું પાણી મળી રહે છે.
મત્સ્ય ઉદ્યોગ : ચાલુ સીઝનમાં પ્રથમ વખત ડેમ તેનું રૂરલ લેવલ પાર કર્યું છે. જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. બારેમાસ ખેતી પર નિર્ભર ખેડૂતોને પૂરે પૂરું પાણી મળશે અને તેમના પશુપાલન માટે પણ જરુરી પાણી મળી રહેશે તેવી આશા છે. ઉકાઈ ડેમના પાણીમાં લોકો મત્સ્યઉદ્યોગ પણ કરે છે. જેથી માછીમારોને પણ પાણીની આવકથી આનંદ થઈ રહ્યો છે.
- Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ
- Water in Gujarat Dams : દક્ષિણ ગુજરાતના આ મહત્ત્વના ડેમમાં પાણીના જથ્થાને લઇને શા છે સમાચાર? જૂઓ