ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં યુવતીના વાળ કાપી નિર્વસ્ત્ર કરવા મામલે પોલીસે ચાર આરોપીની કરી અટકાયત - Tapi vyara police arrest 4 people

તાપી જિલ્લાના વ્યારાના એક ગામમાં પ્રેમીની માતા અને અન્ય ત્રણ શખ્સો દ્વારા પ્રેમિકાને વાળ કાપી નિર્વસ્ત્ર કરાઈ હતી. આ મામલે પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વ્યારા પોલીસે ચાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારામાં પ્રેમની તાલિબાની સજાનો વધુ એક કિસ્સો
વ્યારામાં પ્રેમની તાલિબાની સજાનો વધુ એક કિસ્સો

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2023, 4:19 PM IST

તાપી: વ્યારામાં પ્રેમની તાલિબાની સજાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પ્રેમીના પરિવારજનોએ પ્રેમિકાને ફોસલાવીને ઘરની બહાર લઈ ગયા હતા. ત્યારબાદ પ્રેમીની માતા અને તેમની સાથે રહેલા ત્રણથી ચાર લોકોએ ગામના રસ્તા પર યુવતીના કપડા ઉતારીને માર માર્યો હતો. જે મામલે પોલીસે ચાર આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના: વ્યારાના એક ગામમાં રહેતી એક યુવતી વ્યારામાં તેનું ઘર છોડીને થોડા દિવસોથી તેના પ્રેમી સાથે રહેતી હતી. જે અંગે પ્રેમીના પરિવારજનોને વિરોધ હતો. તેમણે યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી દઈ તેની પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં યુવતીના વાળ કાપીને કપડાં ફાડી નાખ્યા હતા અને માર મારી યુવતીને મૂકીને જતા રહ્યા હતા. યુવતી જીવ બચાવી નજીકના શેરડીના ખેતરમાં સંતાઈ ગઈ હતી. જે અંગેની ફરિયાદ યુવતી અને તેના પરિવારજનોએ વ્યારા પોલીસ મથકે દાખલ કરી હતી. જેને ધ્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાના મુખ્ય આરોપી બોરખડી ગામના સરપંચ એવા પ્રેમીના માતા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રેમી સાથે વ્યારા ખાતે રહેતા હતા. પ્રેમીના પરિવારજનોનો વિરોધ હતો. મને પ્રેમીની માતા અને તેમની સાથે રહેલા ત્રણથી ચાર લોકોએ ગામના રસ્તા પર મારા કપડા ઉતારીને માર માર્યો હતો. જે સમયે કપડાં કાઢવામાં આવ્યા હતા તે સમયે પ્રેમીના પરિવારજનો સાથે આવેલ અજાણ્યા શખ્સો દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો. સદનસીબે જીવ બચાવી ભાગતાં પાસેના શેરડીના ખેતરમાં સંતાઈ જવું પડ્યું હતું. પ્રેમીના પરિવારજનો મારી નાખવાના ઇરાદે આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. થોડા સમય બાદ મારા ઘરના લોકો આવી જતા હું બહાર નીકળી અને પોલીસને જાણ કરી હતી.

  1. ધર્મ જાણવા દલિત યુવકના કપડા ફાડ્યા, અને પ્રાઈવેટ પાર્ટ સાથે...
  2. મહિલાને પ્રેમ કરવા બદલ મળી આવી ક્રુર અને તાલિબાની સજા, અર્ધનગ્ન કરી...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details