- સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો
- 15થી વધુ ગામના ખેડૂતો ખુશ
- સીઝનમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થયો
તાપીઃ વરસાદની અનિયમિતતા વચ્ચે પણ સોનગઢનો ડોસવાડા ડેમ ( Dosvada dam Overflow ) સંપૂર્ણ ભરાઇ ગયો છે. આ ડેમના પાણી પર નભતાં 15થી ગામોના ખેડૂતોને ડેમમાં પાણી ભરાતાં ખૂબ રાહતની લાગણી અનુભવાઈ રહી છે.
ગત વર્ષ કરતાં 13 દિવસ વહેલા સીઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો સોનગઢનો ડોસવાડા ડેમ ( Dosvada dam Overflow ) ગત વર્ષ કરતાં 13 દિવસ વહેલા સીઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. ડેમની પૂર્ણ સપાટી 405 ફૂટથી ઉપર 58 ક્યુસેક જેટલુ પાણી હાલ ડેમ પરથી ઓવરફ્લો થઈ રહ્યું છે. ડેમનાં ગેટ ન હોવાથી દર વર્ષે ડેમ ઓવરફલો ( Dosvada dam Overflow ) થતો હોય છે. જેને પગલે સોનગઢના 7 અને વ્યારાના 5 નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ સોનગઢમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન
આ પણ વાંચોઃ તાપી: સોનગઢમાં કટલરીના વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી માગ્યા 10 હજાર