ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi Politics News : 2024 ની લોકસભાની ચૂંટણીમાં BJP 440 સીટથી લાવશે - કુંવરજી હળપતિ - આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન

કેન્દ્રમાં ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થતા BJP દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. બારડોલી લોકસભા વિસ્તારમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોર સહિતના અન્ચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tapi Politics News : 2024 ની લોકસભાની ચૂંટણીમાં BJP 440 સીટથી લાવશે - કુંવરજી હળપતિ
Tapi Politics News : 2024 ની લોકસભાની ચૂંટણીમાં BJP 440 સીટથી લાવશે - કુંવરજી હળપતિ

By

Published : Jun 19, 2023, 5:38 PM IST

BJP દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ

તાપી : કેન્દ્રની BJP સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં હાલ BJP દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત 23 બારડોલી લોકસભાની જાહેરસભાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કેન્દ્રીય પ્રધાન કૌશલ કિશોર સહિતના અન્ચ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં BJP કાર્યકરો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જાહેર લોકો ઉપસ્થિત રહયા હતા.

BJPનો નવ વર્ષનો કાર્યકાળ : કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નવ વર્ષના કાર્યકાળમાં સરકારે કરેલ વિવિધ લોક કલ્યાણકારી કાર્યોની વાતો કરી હતી. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જે કામો કોંગ્રેસની સરકારે આટલા વર્ષોમાં કરી શકી નથી તે કામો BJP સરકારે કરી બતાવ્યા છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યુ કે, આદિવાસી પ્રજા કોંગ્રેસને ઓળખી ગયા છે. કોંગ્રેસે આજ સુધી શહેરના 4 રસ્તાઓ પર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા મૂકવાનું વિચાર્યું પણ ન હતું. તે BJP કરી બતાવ્યું છે. બિપોરજોય વાવાઝોડાની સ્થિતિમાં સરકાર દ્વારા એક પણ પ્રાણી ન મરે, વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ પણ જાનહાની ન થાય તે માટેની પૂર્વ તૈયારી કરી દેવામાં આવી હતી. કોઈ ગર્ભવતી મહિલાની સુવાવડ કોઈ પણ મુશ્કેલી વગર થાય તે માટે પણ અગાઉથી તૈયારી કરી દેવામા આવી હતી.

બારડોલી લોકસભા વિસ્તારમાં જાહેરસભા

2024 ની લોકસભાની ચૂંટણીમાં BJP 440 સીટથી લાવશે અને ગમે તેટલી પાર્ટીઓ એકજૂથ થાય જાય તો પણ આ આંકડાને પાર કરી શકશે નહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારત દેશના વડાપ્રધાન બનશે. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.---કુંવરજી હળપતિ (આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન)

લોકસભા ચૂંટણીની તૈયારી : ઉલ્લેખનિય છે કે, આવનાર દિવસોમાં લોક સભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે 23 બારડોલી લોકસભાના સાંસદ પરભુભાઈ વસાવાએ પ્રચાર પ્રસારની તૈયારીઓ શરુ કરી દિધિ છે. હોદ્દેદારો દ્વારા 400 થી વધારે સીટોથી જીતવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

  1. Tapi News: તાપીમાં આંગણવાડી પ્રવેશોત્સવનું અનોખું આયોજન, ભૂલકાઓને બળદગાડામાં બેસાડી ઢોલ-નગારા સાથે રેલી કઢાઈ
  2. Lok sabha Election : તાપીમાં કેન્દ્રીય પ્રધાને ચૂંટાયેલા સભ્યો પ્રજાનું કામ કરે છે કે નહિ તેની લીધી નોંધ

ABOUT THE AUTHOR

...view details