તાપી: તાપી જિલ્લાના યુવા ખેડૂતે તેમની એક વીઘા જમીનમા એક પાક કરવાને બદલે ચાર ચાર પાક કરીને સારો એવો નફો મળી રહ્યો છે. આ ખેડૂત તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા રામપુરા ગામે રેહતા રાહુલભાઇ છે. જેઓ પોતાના ખેતરમાં પેહલા રાસાયણિક ખાતરથી ખેતી કરતાં હતાં પરંતુ તેઓને ખેતીમાં ખર્ચ વધતાં પાકમાં નુકશાન જતું હતું. તેથી પારંપારિક ઓર્ગેનિક ખેતી કરી એક વીઘા જમીનમાં તેઓએ સૂરજમુખીના ફૂલ, મકાઈ, મગફળી અને તલની ખેતી કરવાનું વિચારીને ખેતી ચાલુ કરી.
ઓર્ગેનિક રીતે સૂરજમુખીના ફૂલની ખેતી:આ ખેડૂત તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા રામપુરા ગામે રેહતા રાહુલભાઇએ પોતાના ખેતરમાં પેહલા રાસાયણિક ખાતરથી ખેતી કરતાં હતાં પરંતુ તેઓને ખેતીમાં ખર્ચ વધતાં પાકમાં નુકશાન જતું હતું. તેથી પારંપારિક ઓર્ગેનિક ખેતી કરી એક વીઘા જમીનમાં તેઓએ સૂરજમુખીના ફૂલની ખેતી અને તલની ખેતી કરવાનું વિચારીને ખેતી ચાલુ કરી. ઓર્ગેનિક ખેતીથી રાહુલભાઈ રાસાયણિક ખાતરો કરતા પણ વધારે પાક મળતાં આર્થિક પરિસ્થતિ સધ્ધર બનવા પામી છે.
'અત્યાર સુધી ખેતીમાં ઘણું નુકસાન આવ્યું હતું એટલે તેઓએ ચણા, મકાઈ અને મગફળીના પાકમાં પારે પારે સન ફ્લાવરના બીજ પણ રોપ્યા છે. તેમાં ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં તેમનો પાક તૈયાર થવા જ જઈ રહ્યો છે, બંનેમાં ફૂલ બેસી ગયા છે. એક વીઘામાંથી દસ મણ સન ફ્લાવર થવાનો અંદાજ છે અને મકાઈનો પણ એટલો થશે. ઓર્ગેનિક ફૂડ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. સારા એવા પોષણ તત્ત્વો મળી રહે છે જેથી બીજા ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી ઓર્ગેનિક ખેતી તરફ વધવું જોઈએ.' -રાહુલભાઈ, ખેડૂત