ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી આઈસીડીએસ શાખામાં કામ કરતા કર્મચારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, જાણો સમગ્ર મામલો

તાપી આઈસીડીએસ શાખામાં કામ કરતા કર્મચારીઓ મનસ્વીપણે વહીવટ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કરાયાં હતાં. જેની સામે અધિકારીએ તેમની સામેના આક્ષેપોનો પ્રતિઆક્ષેપ કરી ખુલાસો આપ્યો હતો.

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 9:32 PM IST

Updated : Dec 16, 2023, 9:40 PM IST

તાપી આઈસીડીએસ અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, અધિકારીએ પ્રતિઆક્ષેપ કરી ખુલાસો આપ્યો
તાપી આઈસીડીએસ અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ, અધિકારીએ પ્રતિઆક્ષેપ કરી ખુલાસો આપ્યો

આરટીઆઈ કાર્યકર્તાને ટેન્ડર ન આપ્યાંનો ખાર?

તાપી :તાપી જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખામાં કામ કરતા કર્મચારી મનસ્વીપણે વહીવટ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અધિકારીની પોતાની માલિકીની નોન કોમર્શિયલ કારને વાહન ભાડા તરીકે ફેરવતા હોવાના ગંભીર આક્ષેપો આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના આઈસીડીએસ શાખા દ્વારા જાહેર માહિતી અધિકારી પોતે પોતાની અંગત માલિકીની કાર GJ 26 AB 6362 ટેન્ડર પ્રોસેસ દ્વારા પૈસા જમવાના હેતુ અનુસાર મૂકી હતી જે સરકારી ગાઇડલાઈન વિરુદ્ધ છે. સરકારી ગાઇડલાઈનમાં જે ગાડી ભાડા કરાર રૂપે મૂકવામાં આવે છે તે કોમર્શિયલ RTO રજીસ્ટર હોવી જોઇએ તે અહી કોઈ પણ ગાડી નોંધાયેલ નથી. તેમજ આરટીઆઇ હેઠળ માંગેલ માહિતી મને બે મહિના બાદ ડીડીઓને ફરિયાદ કર્યા બાદ આપવામાં આવી જેમાં પણ પૂરી માહિતી આપવામાં આવી નથી...તર્ક ચૌધરી, આરટીઆઈ કાર્યકર્તા

ભ્રષ્ટાચારના આક્ષેપો: તાપી જિલ્લાના એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા આઈસીડીએસ શાખાના જાહેર માહિતી અધિકારી મનસ્વીપણે ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આઈસીડીએસ શાખા તરફથી આરટીઆઇની સંપૂર્ણ માહિતી ના આપી હોવાના દાવા કરાયા છે. ત્યારે બીજી તરફ જાહેર માહિતી અધિકારી દ્વારા આરટીઆઇ કાર્યકર્તા પર ઓફિસમાં આવી હેરાનગતિ કરતા હોવાના પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા છે.

પહેલી વાત તો એ કે એજન્સી મારી નથી અને એજન્સીએ મુકેલી કારમાં રીપેરીંગ કરવાનું હોવાથી ફિલ્ડવર્ક મારી ગાડીનો ઉપયોગ અમે કરતા હતાં. તેનો કોઈ વ્યવસાઇક લાભ મે કે એજન્સીએ લીધો નથી, તર્કભાઈ ચૌધરી છે તે છેલ્લા ચાર મહિનાથી મને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. અમારે ત્યાં જે ગેસ ચૂલાનું ટેન્ડર તેમની મુડત્યા એજન્સીને ન મળતા એ વસ્તુનો કાટ રાખી છેલ્લા ચાર મહિનાથી મને હેરાન કરી રહ્યા છે. -જાહેર માહિતી અધિકારી, ICDS શાખા

જાહેરાત આપવામાં આવી નથી :આઈસીડીએસ દ્વારા તેઓના ઓફિસના ઉપયોગ માટે કોમર્શિયલ ગાડી ભાડા કરાર પર લેવાની હોય છે. આ માટે ટેન્ડર બહાર પડે છે અને તે માટે વિભાગે અલગ અલગ જાહેર માધ્યમોમાં જાહેરાત આપવાની હોય છે કે ઇચ્છુક વ્યક્તિ બીડમાં ભાગ લઈ શકે, પરંતુ અહી કોઈ પણ જાહેરાત આપવામાં આવી નથી.

  1. આંગણવાડી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે 6 વર્ષથી ન્યાય મળ્યો નથી, રઝળપાટમાં 4 દિવસનો પુત્ર પણ ગુમાવ્યો
  2. ICDS વિભાગ દ્વારા નખત્રાણામાં 115 આંગણવાડીઓમાં કુપોષણ દૂર કરવા પ્રોજેકટ હાથ ધરાયો
Last Updated : Dec 16, 2023, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details