ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi News : તાપીના છેવાડાના તાલુકાની મુલાકાતે આવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કઇ કઇ ગતિવિધિ કરી જૂઓ - મધ્યાહન ભોજન

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગામોની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ બોર્ડર વિલેજ સહિતની યોજનાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શાળામાં બાળકો સાથે વાતચીત કરી સુવિધાઓ વિશે તપાસ કરી હતી અને તેમની સાથે પગંતમાં બેસી મધ્યાહ્ન ભોજન પણ આરોગ્યું હતું.

Tapi News : તાપીના છેવાડાના તાલુકાની મુલાકાતે આવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કઇ કઇ કઇ ગતિવિધિ કરી જૂઓ
Tapi News : તાપીના છેવાડાના તાલુકાની મુલાકાતે આવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કઇ કઇ કઇ ગતિવિધિ કરી જૂઓ

By

Published : Jul 7, 2023, 7:05 PM IST

પગંતમાં બેસી મધ્યાહ્ન ભોજન પણ આરોગ્યું

તાપી : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારથી તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં.. ત્યારે તેમણે કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા ગામની આંગણવાડી અને શાળાની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે સવાલો કર્યા હતાં. બાદમાં પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા પ્રાકૃતિક ખેતી કરવા માટે કોઈ સમસ્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું.

મધ્યાહન ભોજન આરોગ્યુંમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સાથે તોરંડા ગામની દૂધ ડેરીની મુલાકાત લઈ શાળામાં જઈ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં કુકરમુંડા ખાતે તૈયાર થનાર આઈટીઆઈનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યું હતું. આ સાથે નિઝરના રૂમકી તળાવ ગામે જઈને આદર્શ નિવાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન આરોગ્યું હતું.

આજે કુકરમુંડા અને નિઝરના લોકો માટે ઐતિહસિક અને અને આનંદનો દિવસ હતો. આજ રોજ ગુજરાતના મુખ્યપ્રધાન નિઝર અને કુકરમુંડા તાલુકાના પ્રવાસે હતાં. જેમાં ડાબરીઆંબા, મોરંબા, તોરંડા તથા ફૂલવાડી ગામે વિવિધ વિકાસના કામોનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા, આંગણવાડી, હેલ્થ સેન્ટરોની પણ મુલાકાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવી હતી....સૂરજ વસાવા (પ્રમુખ, તાપી જિલ્લા પંચાયત )

આઈટીઆઈનું બાંધકામ તપાસ્યું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આઈટીઆઈના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા મટીરીયલની ચકાસણી કરી હતી. આ કામગીરીમાં ગુણવત્તા જળવાઇ રહે તેની તકેદારી રાખવા સંબંધિત વિભાગને જણાવ્યું હતું. તેમણે આઈટીઆઈના આચાર્ય સાથે વાર્તાલાપ કરી, આ આઈટીઆઈના નિર્માણથી સ્થાનિક વિદ્યાર્થીઓને થનાર લાભ અંગે જાણકારી મેળવી હતી.

શૈક્ષણિક સુવિધાઓ વિશે પૂછપરછ કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રામીણ શાળાના બાળકો સાથે એક પંગતમાં બેસીને મધ્યાહ્ન ભોજન લીધું હતું. તે દરમિયાન તેમણે દ્વારા બાળકો સાથે વાતચીત કરી ભોજનની ગુણવત્તા અને શાળામાં બાળકો માટે પૂરતી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે માટે બાળકોને પૂછ્યું હતું. સાથે શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ જોડે ચર્ચા કરવામાં આવી હતી. છેવાડાના ગામો સુધી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને છેવાડાના ગામનું બાળક અભ્યાસમાં આગળ વધે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું.

  1. Tapi News: જિલ્લામાં ભારે વરસાદને પગલે 23 જેટલા લો લેવલ પુલ બંધ,
  2. Tapi News: તાપીમાં આંગણવાડી પ્રવેશોત્સવનું અનોખું આયોજન, ભૂલકાઓને બળદગાડામાં બેસાડી ઢોલ-નગારા સાથે રેલી કઢાઈ
  3. Tapi Bridge: તાપીમાં લોકાર્પણ પહેલા જ બ્રિજનું 'ઉથાપન', સ્થાનિકોમાં આક્રોશ

ABOUT THE AUTHOR

...view details