ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના - Tapi aadivasi

જૂન મહિનામાં પ્રથમ વરસાદના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે. ત્યારે સોનગઢના દેવજીપૂરાના જનજાતિ સમાજ દ્વારા આદિવાસીઓની પરંપરા મુજબ નંદરિયા દેવની પૂજા કરવામાં આવે છે.

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના
તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

By

Published : Jun 28, 2021, 4:15 PM IST

Updated : Jun 28, 2021, 5:13 PM IST

પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે જનજાતિ સમાજના પરંપરાગત રૂઢિગત તહેવારો

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે

ખેતીની મોસમ પ્રમાણે આદિવાસી પ્રજાના તહેવારો આવે છે


તાપી: સોનગઢ દેવજીપૂરાના જનજાતિ સમાજ દ્વારા આદિવાસીઓની રૂઢિ પરંપરા અને રીત-રિવાજ મુજબ જૂન મહિનામાં પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઉગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઉગે છે. ત્યારે તેની ખુશીમાં પરંપરાગત ગ્રામ-દેવતાઓમાંના, વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલા એક નંદરિયો દેવ પૂજવામાં આવ્યા છે

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

મારઘીની આહુતિ આપી કરાય છે પૂજા

ગામ-સીમાડે આવેેલા દેવના સ્થાનકે જઈને ગામના પુજારા અને વડીલો દ્વારા નારીયેળ ફોડી, સાક પાડી-(જમીન પર દારુ રેડી) અને મરઘીની આહુતિ આપી પૂજા કરીને પ્રાર્થના કરવામાં આવે છે.

તાપી: આદિવાસી સમાજમાં નંદારીયા દેવની કરાઈ પૂજા અર્ચના

ઉગેલા ધાન્ય અને જંગલની વનસ્પતિ માટે પૂજા કરાય છે

આ પ્રાર્થના એ માટે કરવામાં આવે છે કે ઉગેલું ધાન્ય તથા જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન કોઇપણ હાની સામે ટકી રહે, જેથી તેમનો અને સાથે-સાથે સમગ્ર જીવજંતુઓનો અને સમસ્ત સૃષ્ટિનો જીવન નિર્વાહ સરળતાથી ચાલી શકે.

Last Updated : Jun 28, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details