ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો - કચરામાંથી યુવતીની મૃતદેહ મળ્યો

તાપીના ગાંગપુર ગામેથી યુવતીનો મૃતદેહ મળી આવતા ગામજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મહિલાઓ કચરો નાખવા જતા અંદાજે 25થી 30 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે મૃતદેહ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

By

Published : Apr 27, 2023, 10:26 PM IST

ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

તાપી : ડોલવણ તાલુકાના ગાંગપુર ગામેથી હત્યા થયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ડોલવણ તાલુકાના ગાંગપૂર ગામની સીમમાં આવેલા કચરાના ઉકરડામાંથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હત્યા થયેલ યુવતીના ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ યુવતીની ઓળખ હજુ થઈ નથી.

શું છે સમગ્ર મામલો :ગામની મહિલાઓ સવારે ગામના ઉકરડામાં કચરો નાખવા જતા અજાણી મહિલાનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિત LCB સહિત SOG સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે FLSની ટીમ પણ ઘટનાસ્થળે તપાસમાં જોતરાઈ ગઈ હતી. યુવતીને અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે મુંઢ ઇજા પહોંચાડી હતી. હત્યાને અંજામ આપીને મૃતદેહનો નિકાલ કરવા માટે રાત્રિના સમયે ગાંગપૂર ગામે નિશાળ ફળિયામાં કચરાના ખાડામાં નાખી દઈ પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હોવાનું પોલીસ અધિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા મિત્રોએ કરી યુવકની હત્યા

યુવતીની ઉંમર : મરનાર અજાણી યુવતીની ઉંમર આશરે 25થી 30 વર્ષ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ હોવાને કારણે મૃતદેહની ઓળખ થવા પામી નથી. યુવતીના મૃતદેહ પરના ભાગે ખુલ્લો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કલમ 302, 201નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :Ahmedabad Crime : ગેમિંગ ઝોનમાં પુલની સ્ટીક અડી જતાં બોલાચાલી બાદ 19 વર્ષના યુવકની હત્યા, CCTVમાં કેદ આરોપીઓ

તાપીમાં ચિતાજનક મામલો : ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં હત્યાના બનાવો વધતા જાય છે, ત્યારે ડોલવણના ગાંગપુર ગામમાં બનેલા બનાવને લઈને લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ગત વર્ષો કરતા આ વર્ષમાં ગુનાઓમાં વધારો થયો હોવાના સુત્રો મળ્યા છે. પોલીસનું કડક પેટ્રોલિંગ હોવા છતાં રાત્રિના સમયે ગુનાઓ બનતા જાય છે. જિલ્લામાં અનેક ગામડાઓમાં નાની મોટી લડાઈમાં પણ ગમ્મે તે વસ્તુથી હુમલો કરીને હત્યાને અંજામ લોકો આપે છે.

પોલીસનું અલગ અલગ એંગલથી તપાસ: પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગાંગપૂર ગામે આજરોજ એક બિનવારસી સ્ત્રીનો મૃતદેહ નિશાળ ફળિયામાં દુધ ડેરી પાસે મળી આવેલો છે. જે અજાણી સ્ત્રીનો મૃતદેહ અંગે અલગ અલગ એંગલો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં એફ.એ. સેલ ડોગ તેમજ અન્ય જુદા જુદા એંગલથી હાલ તપાસ PSI ડોલવણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details