- રાજ્યના રાજકારણમાં ઉથલપાથલ
- કોંગ્રેસ-BTSના કાર્યકરોએ પક્ષ છોડી ભગવો ધારણ કર્યો
- તાપીના અનેક ગામોના સરપંચ ભાજપમાં જોડાયા
તાપી : વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યમાં જાણે પક્ષ પલટાની મૌસમ ખીલી હોય એવો રાજકીય માહોલ છે. સુરત, હળવદ, મોરબી બાદ હવે તાપીમાંથી આ ચિત્ર જોવા મળ્યું છે. જિલ્લાના 250થી વધુ જેટલા કોંગ્રેસી અને BTP કાર્યકરોએ પોતાના પક્ષ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો છે. કોંગ્રેસ અને BTP છોડી ભાજપમાં જોડાયેલા પૈકી BTP જિલ્લા પ્રમુખ આકાશ ગામીત અને અખિલ ભારતીય ગુર્જર સમાજ ના કારોબારી અધ્યક્ષ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસમાંથી છેડા ફાડી ભાજપ જોડાયા
તાપી જિલ્લાના ગામના સરપંચો કોંગ્રેસ પલ્લું છોડી ભાજપમાં જોડાયા તથા અગ્રણીઓએ ધારાસભ્ય મોહન ઢોડિયાં, કેબિનેટ પ્રધાન ગણપત વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસને અલવિદા કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષનો સમય બાકી છે. જિલ્લા પ્રમુખ જયરામ ગામીતે તાપી જિલ્લાના કોંગ્રેસના પીઢ અને સંનિષ્ઠ કાર્યકરોને ભાજપમાં સમાવીને રાજકીય ક્ષેત્રે માસ્ટર સ્ટ્રોક માર્યો હોય તેવું રાજકીય લોબીમાં ચર્ચાય રહ્યું છે.