તાપી :તાપી જિલ્લામાંથી નેશનલ હાઇવે નંબર 56 પસાર થનાર છે. જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લામાંથી 51 કિલોમીટરનો માર્ગ પસાર થશે. વ્યારાના 22 ગામો અને ડોલવણ તાલુકાના 6 ગામોના ખેડૂતોની જમીન સંપાદન થનાર છે. સુનાવણી આગામી બીજી મેના રોજ યોજાનાર છે. જે અંગે આજે વ્યારાના બેડકુવાદૂર ગામે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ જમીન નહીં આપવા હૂંકાર કર્યો હતો અને આગામી દિવસોમાં યોજાનાર સુનાવણીમાં કરવામાં આવનાર વિરોધ અંગે રણનીતિ નક્કી કરાઈ હતી.
જમીન સંપાદનનું કામ મોકૂફ : ગત રોજ તારીખ 27 એપ્રિલના દિવસે જમીન સંપાદનનું કામ શરૂ થનાર હતું, ત્યારે જમીન ગુમાવનાર ખેડૂતો અને આદિવાસી આગોવાનો દ્વારા કલેકટર કચેરીએ અધિકારીઓ દ્વારા સંતોષ કારક જવાબ ન આપતા. તારીખ 26 એપ્રિલના રોજ ધરણા પ્રદર્શન કરવું પડ્યું હતું. સાથે જમીન સંપાદનનું કામ હાલ મોકૂફ રાખવાની માંગ કરતા પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા 2 મેં સુધી જમીન સંપાદનનું કામ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :Tapi News : તાપીમાં જમીન સંપાદન મુદ્દે કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણાં