તાપીઃ વ્યારા કુટિર ઉદ્યોગ ખાતે આઇટીઆઈ પાસથી માંડીને વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો માટે રોજગાર કચેરી તાપી દ્વારા ભરતી મેળો (Tapi Employment Recruitment Fair)યોજાયો. 60 જેટલી ખાલી જગ્યાઓ માટે 5થી વધુ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ (Companies interviewed for about 60 vacancies at the job fair)લેવામાં આવ્યાં હતાં.
230થી વધુ ઉમેદવાર
તાપી જિલ્લા ઉમેદવારોને સ્થાનિકકક્ષાએ રોજગારના હેતુથી યોજાયેલા ભરતી મેળામાં 230થી વધુ આઇટીઆઇ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લીધો હતો. એપ્રેન્ટિસ ભરતી મેળો અને રોજગાર ભરતી મેળામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ (Department of Labor Skill Development and Employment)દ્વારા રોજગારવાચ્છું અને નોકરીદાતાઓને રોજગાર કચેરીઓની સેવાઓ ડિજિટલ માધ્યમથી મળી રહે તે માટે ઉપયોગી પોર્ટલથી જેમાં તાપીમાં કામ કરતી તમામ 5થી વધુ કંપનીઓ અને રોજગારવાચ્છું ઉમેદવારો પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી રોજગાર મેળવવાની તક મેળવી હતી.