વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના વિવિધ ગામડાઓના સરપંચને પોતાના ગામડાઓમાં પીવાના પાણીની અને ખેતીલાયક પાણી માટેની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક પત્ર લખ્યો છે.
જે અંતર્ગત તાપી જિલ્લાનું સ્માર્ટ વિલેજ ગણાતું એકમાત્ર ગામ બુહારી ગામમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની કામગીરી શરૂ કરવામાં આવી છે. બુહારી કે જે તાપી જિલ્લાનું એકમાત્ર સ્માર્ટ વિલેજ ગણવામાં આવે છે.
તાપી જિલ્લાનું ડિજીટલ ઉપકરણોથી સજ્જ એવા સ્માર્ટ વિલેજમાં હવે વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમનો કરાશે પ્રારંભ કારણકે આ ગામ CCTV કેમેરા, Wifi અને સ્વચ્છતાથી સજ્જ છે. વડાપ્રધાન દ્વાર મળેલા પત્રને ધ્યાનમાં લઇને ડિજીટલ ભારત અને સ્વચ્છ ભારતને સાકાર કરતું આ ગામ હવે PM મોદીના રેઇન વોટર હારવેસ્ટિંગ સિસ્ટમમાં પણ આગળ વધ્યું છે. જેને લઇને વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમની ઇન્ટોલેશનની પણ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ અંતર્ગત ઘરોના છાપરા પરથી કે અન્ય જગ્યાએથી ભેગું થતું પાણી પાઇપ વડે પાણીનો સંગ્રહ કરવામાં આવે બનાવવામાં આવેલા ટાંકાઓમાં તે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ આ પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરીને પીવાલાયક બનાવવામાં આવે છે. આ માટેની કામગીરી બુહારી ગામમાં શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં આ રીતના 32 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટાંકા બનાવવામાં આવશે. બુહારી ગામમાં અલગ અલગ ફળિયામાં આ રીતની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ સિસ્ટમના માધ્યમથી વરસાદી પાણી જે વેડફાતુ હતું તેનો પણ સંગ્રહ કરી શકાશ. આમ વરસાદનું અનલિમિટેડ પાણીના જથ્થાનો પણ સારી રીતે સંગ્રહ કરી શકાશે.