તાપી:ગુજરાતની એક કોર્ટે કહ્યું હતું કે, ગાય માત્ર એક પશુ નથી. ગૌહત્યા બંધ કરી દેવામાં આવે તો ધરતી પરની તમામ પરેશાનીઓનો ઉકેલ આવી જાય. જો ગાય દુઃખી હશે તો આપણી સંપત્તિ અને પૈસો પણ ખતમ થઈ જશે. ગાયના ગોબરનો ઉપયોગ કરીને તૈયાર કરેલા ઘર પર ઓટોમેટિક રેડિએશનની પણ અસર થતી નથી. જ્યારે ગૌમુત્રના ઉપયોગથી અનેક એવી અસાધ્ય બીમારીઓનો ઈલાજ થઈ જાય છે. ગૌતસ્કરીના મામલે સુનાવણી કરતા તાપીની જિલ્લા કોર્ટે આ વાત કહી છે.
આ પણ વાંચો:Vadodara news : કલેક્ટર કચેરીએ લોકહિત માટે બેઠક યોજાઇ, જરૂરતમંદ લાભથી વંચિત ન રહેની તકેદારી
ગૌ તસ્કરીનો કેસ:તાપી જિલ્લાના સેશન કોર્ટના જજ એસવી વ્યાસની અધ્યક્ષતાવાળી બેન્ચે ગૌતસ્કરી સાથે જોડાયેલા એક કેસ પર સુનાવણી કરી હતી. ઓગસ્ટ 2022માં મોહમ્મદ આમીન આરીફ અંજુમને 16 ગાયની તસ્કરીના કેસમાં પકડવામાં આવ્યો હતો. જેની કોર્ટમાં પેશવી કરવામાં આવી હતી. કોર્ટે આ આરોપીને 5 લાખ રુપિયાનો આર્થિક દંડ અને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
આ પણ વાંચો:G20 summit in India: ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ઇન્સેપ્શન મીટિંગ
ગાય માત્ર પશુ નથી: ગાય 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓનો એક ગ્રહ છે. જો ગાય દુ:ખી હોય તો આપણું ધન-સંપત્તિ નાશ પામે છે. આ દરમિયાન જજ એસવી વ્યાસે કહ્યું કે ગાય માત્ર પ્રાણી નથી, પરંતુ માતા છે. તેમણે ક્લાઈમેન્ટ ચેન્જને ગૌહત્યા સાથે પણ જોડ્યું. એસ.વી.વ્યાસે જણાવ્યું હતું કે, ગૌહત્યા બંધ થશે તો પૃથ્વીની તમામ સમસ્યાઓનો અંત આવશે. જ્યાં સુધી ગૌહત્યા સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી હવામાન પરિવર્તનથી રાહત નહીં મળે. ગાય આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, અણુ વિકિરણ પણ ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવેલા ઘરોને અસર કરતું નથી. ગૌમૂત્ર અનેક અસાધ્ય રોગને મટાડે છે.