ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi ACB Trap: ભાજપ શાસિત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ લાંચ લેતાં ઝડપાયા - Chairman of Education Committee of BJP

તાપી જિલ્લા પંચાયતની ભાજપની મહિલા સભ્ય અને જિલ્લા પંચાયત તાપીમાં શિક્ષણ સમિતિના ચેરમેનનો હોદ્દો ધરાવતા સરિતા વસાવા લાંચ લેતા ઝડપાઈ જતાં ભાજપ બેડામાં ચકચાર મચી જવા પામી છે. સુરત રૂરલ એ.સી.બીની ટીમે તાપી જિલ્લાના વ્યારા સ્થિત શિક્ષણ સમિતિની ઓફીસમાં ટ્રેપ ગોઠવી હતી.

Tapi ACB Trap: ભાજપ શાસિત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ લાંચ લેતાં ઝડપાયા
Tapi ACB Trap: ભાજપ શાસિત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ લાંચ લેતાં ઝડપાયા

By

Published : May 14, 2023, 11:47 AM IST

તાપી: જિલ્લા પંચાયતના બોરદા બેઠકના ભાજપના મહિલા સભ્યને સુરત એ.સી.બી.ની ટીમના માણસોએ લાંચ લેતા ઝડપી લીધા છે. જેમાં ભાજપ સભ્ય સરિતા વસાવા હાલ તાપી જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન હોઈ જેમણે ફરિયાદી પાસે અલગ-અલગ શાળામાં વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી સ્વરક્ષણની તાલીમનું બિલ મંજૂર કરવા માટે 34200ની લાંચ માંગી હતી. જેને એસીબીની ટીમે ઝડપી લઇ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ લાંચ લેતાં ઝડપાયા

2021માં આજ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા: 2015ના વર્ષમાં સોનગઢ તાલુકાની બોરદા જિલ્લા પંચાયતની બેઠક પરથી સરિતાબેન વસાવા ચૂંટાઈ આવ્યા હતા. જેતે સમયે જિલ્લા પંચાયત કોંગ્રેસની બની હતી. ફરી તેઓ 2021માં આજ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા, આઝાદી બાદ 2021ની ચૂંટણીમાં પહેલીવાર જિલ્લા પંચાયત બીજેપી હસ્તે ગયું હતું, જેમાં સરિતાબેન વસાવાને શિક્ષણ વિભાગના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ લાંચ લેતાં ઝડપાયા

અધ્યક્ષ વિરુદ્ધ એ.સી.બીમાં ફરિયાદ:સ્વરક્ષણની તાલીમનાના ખર્ચની ગણતરી કર્યા વિના તેમાં પોતાની ટકાવારી માંગી રહેલી અધ્યક્ષ વિરુદ્ધ એ.સી.બીમાં ફરિયાદ થઈ હતી શુક્રવારે બપોરે આ લાંચની રકમ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું, સ્થાનિક એ.સી.બી દ્વારા ટ્રેપ કરવામાં એલર્ટ થઈ જવાનો ભય હોય તેથી સુરત ગ્રામ્ય એ.સિ.બીની ટીમ મોકલવામાં આવી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથેજ એ.સી.બીની ટીમ પ્રગટ થઈ હતી. તેઓ 34,200ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા તેમને નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તાત્કાલિક અસરથી તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જયરામભાઈ ગામીત દ્વારા તેમના વિરુદ્ધ ગંભીર પ્રકારના આરોપો સાથે ગુનો દાખલ થયેલ હોવાને લઈને તેમને 6 વર્ષ માટે તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ લાંચ લેતાં ઝડપાયા

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details