- નિષિશ શાહની શરેઆમ હત્યા કરવા દેવા મરાઠીને પોલીસે ઝડપી પાડ્યો
- હત્યા બાદ ફરાર થયેલા દેવા મરાઠીને પોલીસે મુંબઈના અંધેરી સેન્ટ્રલમાંથી ઝડપ્યો
- મુખ્ય સૂત્રધાર નવીન ખટિક અને વધુ એક હત્યારો મુન્નો મલિયા ઓરિસ્સાવાલા પોલીસ પકડથી બહાર
તાપીઃ વ્યારામાં 14મી મેના રોજ રાત્રીના 8.30ક્લાકના અરસામાં નિશિષ શાહ નામના બિલ્ડરની ચાર અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેમાં તાપી પોલીસ દ્વારા ચાર શખ્સની અટક કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃદાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો, હત્યારો પોલીસ સકંજામાં
બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવારના ઘા મારી કરી હતી
સોપારી આપનાર નવીન ખટિક સહિત અન્ય બે હત્યારાઓ ફરાર હતા. જે પૈકી હત્યાને અંજામ આપનાર સુરતના અમરોલી ખાતે રહેતા દેવા મરાઠીને પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનિય છે કે, બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવારના ઘા મારી કરી હતી.