આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના વિવિધ ગામોમાંથી અભ્યાસ કરતા રાજપૂત સમાજના યુવકો, યુવતીઓ, નાના બાળકો અને યુવકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ઘણાં દિવસોથી મહેનત કરીને તલવારબાજીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સામાન્ય રીતે નવરાત્રીમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં બીજી વાર આ પ્રકારનું આયોજન રાજપૂત સમાજના યુવાનો , કરણી સેના દ્વારા નવરાત્રી પર્વમાં કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ માતાજીના સ્થાનક પાસે તલવાર બાજી કરીને પોતાના કરતબથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સ્વર્ણિમ નવરાત્રીમાં તલવાર આરતી અને રાસનું આયોજન કરાયું - બારડોલી નવરાત્રી 2019
બારડોલી: નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. બારડોલી ખાતે રામ વાડીમાં ચાલી રહેલ સ્વર્ણિમ ગરબામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા તલવાર આરતી અને તલવાર રાસનું આયોજન કરાયું હતું. રાજપૂત સમાજના યુવાનો, યુવતીઓ અને નાના ભૂલકાઓએ તલવારબાજીની કરતબથી આકર્ષણ જમાવ્યું હતુ અને માઁ આધ્યશક્તિની આરાધના કરી હતી.
માઁ આદ્ય શક્તિના નવલા નોરતા ચાલી રહ્યાં છે. ત્યારે માતાજીના સાતમા નોરતે તલવારબાજીનું અનોખું આયોજન કરાયું હતું. બારડોલીમાં રામ વાડી ખાતે જે એસ બી પાર્કમાં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે શક્તિની ઉપાસના કરતા રાજપૂત સમાજ, રાજપૂત કરણી સેના દ્વારા વીરતાભર્યું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા માતાજીની આરતીમાં તલવાર મહા આરતી , અને તલવારબાજીનું આયોજન કરાયું હતું. તેમજ રાજપૂત સમાજના ગામોમાંથી યુવક યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સામાન્ય રીતે શુરવીરતા અને શક્તિની ઉપાસના રાજપૂતોની આગવી ઓળખ રહી છે. ત્યારે બારડોલી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું. સમગ્ર સુરત જિલ્લામાંથી આવેલા રાજપૂત સમાજના યુવાનોએ માતાજીની તલવાર આરતી અને બાદમાં દિલધડક તલવારબાજીના કરતબ કર્યા હતા. આ તલવારબાજીમાં યુવકો સાથે યુવતીઓમાં પણ એજ ઉત્સાહ, શુરવીરતા તેમજ તલવાર બાજીના કરતબો જોવા મળ્યા હતા.