ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર તલાટીઓનો વર્કશોપ યોજાયો - બેટી બચાઓ બેટી પઢાઓ

તાપી: "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાન અંગે જન જાગૃતિ કેળવાય તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા હેતુથી બારડોલીના ટાઉનહોલ ખાતે કેબિનેટ પ્રધાનની ઉપસ્થિતિમાં તલાટીઓનો વર્કશોપ યોજાયો હતો.

સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર તલાટીઓનો વર્કશોપ યોજાયો

By

Published : Sep 20, 2019, 8:52 PM IST

સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલીના ટાઉનહોલ ખાતે તલાટીઓનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, બાળસખા યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ દીકરી યોજના જેવી બીજી અનેકો યોજનાઓ વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. જે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે હાજરી આપી હતી. તો આ સાથે જ સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે મુજબનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર તલાટીઓનો વર્કશોપ યોજાયો


આંગણવાડીની મુખ્ય સેવીકાઓ દ્વારા પણ "બેટી બચાઓ બેટી પઢાઓ"ને ધ્યાનમાં રાખીને નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સમારંભમાં શપથ પણ લેવડાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details