ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરતમાં સુગર મિલોને નોટિસ, ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માગ - સુગર મિલ

તાપી: દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પર 3 હજાર કરોડના ટેક્સ વસુલવાનો મામલે ફરી નોટીસ ઇસ્યુ થઇ છે. ટ્રીબ્યુનલમાં સુગર મિલોને રાહત મળી નથી. તેમને ફરીથી એસેસમેન્ટ કરી નફાની ગણતરી કરવા જણાવાયું છે.

દક્ષિણ ગુજરતમાં સુગર મિલોને નોટિસ, ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માગ

By

Published : Aug 22, 2019, 11:01 PM IST

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલો ઉપર કેટલાક વર્ષોથી આવકવેરા વિભાગની નોટિસોનું ભૂત ધૂણી રહ્યું હતું. ખાસ કરીને બારડોલી અને ચલઠાણ સુગરનો કેસ ટ્રીબ્યુનલમાં હતો. ટ્રીબ્યુનલે રાહત આપી નથી.

સમગ્ર મામલે ફરી એસેસમેન્ટ કરવાનું લેખિતમાં જણાવાતા સુગર સંચાલકો ફરી વિમાસણમાં મુકાયા છે. આવકવેરા અધિકારીઓએ ખેડૂતોને ચૂકવાયેલ ભાવને નફાની વ્યાખ્યામાં મૂક્યા છે. એ વેચાણમાંથી બાદ આપવાની વિભાગે ના પાડી છે. કેટલાક વર્ષોથી 3 હજાર કરોડથી વધુ વસુલાતોની નોટિસો તબક્કા વાર ફાળવાઈ રહી છે.

વર્ષોથી પેચીદા બનેલ પ્રશ્ન હવે ચર્ચાનું સ્થાન બની ગયો છે. અવારનવાર સુગર સંચાલકો દ્વારા સરકારમાં રજૂઆતો કરાઈ છે. પરંતુ પરિણામલક્ષી કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સત્તા સ્થાને બેઠેલા સ્થાનિક રાજકીય આગેવાનો અવાર નવાર દિલ્હી જાય છે.

દક્ષિણ ગુજરતમાં સુગર મિલોને નોટિસ, ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માગ

તેમને માત્ર ફોટો સેશન કરીને આવ્યા સિવાય કોઈ સફળતા મળતી નથી .આવકવેરા વિભાગ પણ વસુલાતોની નોટિસો મોકલતી રહે છે. ત્યારે સરકાર પણ ગંભીરતા દાખવી યોગ્ય કમિટી બનાવી વાસ્તવિક જવાબ રજુ કરી ટ્રીબ્યુનલમાં કમિટી મારફત જવાબ અપાવે તેવી માગ ઉઠી છે.

સુગર મિલો ઉપર કરોડની નોટિસનો મામલો હોવાથી તેનું નિરાકરણ કાયદાકીય રીતે આવે તે જ યોગ્ય છે. પરંતુ રાજકીય ક્ષેત્રમાં પડેલા કેટલાક સુગર સંચાલકો કાયમી ઉકેલનું જણાવી વડાપ્રધાનને મળી ફોટો સેશન કરાવી આવ્યા હતા. જે-તે સમયે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સરકાર બનતા જ ટેક્સ માફીની વાતો કરી હતી.

પરંતુ બીજી વાર સરકાર બની જવા છતાં પણ આ મુદ્દો હજુ પણ પેચીદો બન્યો છે. જો કે સુગર સંચાલકોના જણાવ્યા મુજબ ખેડૂતો કે સંસ્થાને તાળા લાગી જવા સુધીની જે ચર્ચાઓ ઉઠી છે. તેને પણ કોઈ કારણ નહિં હોવાનું તેમજ ખોટી વાતોમાં ભ્રમિત ન થવા સુધીની અપીલ પણ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details