સુરત જિલ્લાના બારડોલી એસ.ટી વિભાગની લાલીયાવાડી સામે લોકોએ હલ્લાબોલ કર્યું હતું. બારડોલી તાલુકાના કિકવાડ ભટલાવ ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વહેલી સવારે ગામના પાદર નજીકથી પસાર થતાં હાઈ વે ઉપર ઉતરી આવ્યા હતા. અને ગામ નજીકથી પસાર થતી તમામ એસ.ટી બસો અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિવસોથી ગામમાં બસ અનિયમિત આવતા આજે લોકોનો રોષ ઉતરી આવ્યો હતો.
બારડોલીમાં સલામત સવારીની અનિયમિતતા સામે વિદ્યાથીઓનો હલ્લાબોલ - એસ.ટી બસ
તાપી: જિલ્લાના બારડોલી તાલુકાના કિકવાડ ભટલાવ ગામ નજીક ગ્રામજનોએ હલ્લા બોલ કર્યું હતું. ગામમાં વિદ્યાર્થીઓ માટે એસ.ટી બસ અનિયમિત આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગામ નજીકથી પસાર થતી તમામ બસો અટકાવી એસ.ટી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
![બારડોલીમાં સલામત સવારીની અનિયમિતતા સામે વિદ્યાથીઓનો હલ્લાબોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4225207-thumbnail-3x2-hallbol.jpg)
હાઈવેને અડીને આવેલ ગામ હોવાથી અને બસો અટકાવી દેવાતા બારડોલી એસ.ટી વિભાગ પણ દોડતું થયું હતું. એસ.ટી વિભાગના અધિકારીઓ ગામ નજીક પહોંચતા જ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ પોતાની માંગને લઇને પ્રશ્નોનો મારો શરૂ કર્યો હતો. જોકે ગ્રામજનો અને વિદ્યાર્થીઓનો રોષ પારખી જતા એસ.ટી વિભાગ દ્વારા બે દિવસમાં ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.
ભટલાવ ગામે વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને ઘણા મહિનાઓથી અનિયમિત બસોની સમસ્યા નડી રહી છે અને જે બસો આવે તે અગાઉના ગામ થીજ ભરાઈને આવતા બેસવાની પણ જગ્યા મળતી ના હતી. ગામ માંથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ મળી આખી બસ થઇ જતી હોય ગ્રામજનો દ્વારા સમયસર અને અલગ બસ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે એસ.ટી વિભાગ દ્વારા ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.