ગુજરાત

gujarat

ISO Certified Buhari Gram Panchayat: દક્ષિણ ગુજરાતની પ્રથમ ISO સર્ટિફાઈડ બુહારી ગ્રામ પંચાયત, WIFI-CCTV કેમેરા સહિત તમામ સુવિધાઓથી સજજ

By

Published : Apr 22, 2022, 7:34 PM IST

બુહારી ગામના લોકોની સુખાકારી માટે તમામ બાબતો તેમજ પંચાયતની કામગીરી અને તેની ગુણવત્તા ધ્યાનમાં લઈને સ્ટાર્ન્ડડ મેઈન્ટેઈન(Buhari Village Standard Maintained) કરવામાં આવ્યું છે. જે માટે આ ગામને સરકારી યોજનાઓનો લાભો ગ્રામજનોને ઘરબેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગામની ખાસિયત અને વિશેષતા એ છે કે ગામને વર્ષોથી સમૃદ્ધ માનવામાં આવે છે જાણો.

ISO Certified Buhari Gram Panchayat: દક્ષિણ ગુજરાતની પ્રથમ ISO સર્ટિફાઈડ બુહારી ગ્રામ પંચાયતને, વર્ષોથી આ ગામ છે સમૃદ્ધ જાણો
ISO Certified Buhari Gram Panchayat: દક્ષિણ ગુજરાતની પ્રથમ ISO સર્ટિફાઈડ બુહારી ગ્રામ પંચાયતને, વર્ષોથી આ ગામ છે સમૃદ્ધ જાણો

તાપી: જિલ્લાના વાલોડ તાલુકાની બુહારી ગ્રામ પંચાયત એ સંપૂર્ણ સુવિધાથી સજ્જ અને સાથે સરકારની દરેક યોજનાના લાભો((Benefits of government schemes) ) ગ્રામજનોને ઘરે બેઠા મળી રહે તેવી સુવ્યવસ્થા થી સજ્જ પંચાયતને આઈ.એસ.ઓ (ISO) સર્ટિફાઈડની માન્યતાનું પ્રમાણપત્ર(ISO Certified Certificate Buhari village) આપવામાં આપવામાં આવ્યું છે જે તાપી જિલ્લા સહિત બુહારી ગ્રામજનો માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય.

આ ગામને સરકારી યોજનાઓનો લાભો ગ્રામજનોને ઘરબેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગામની ખાસિયત અને વિશેષતા એ છે કે ગામને વર્ષોથી સમૃદ્ધ માનવામાં આવે છે જાણો.

સરકારી યોજનાઓનો લાભો ગ્રામજનોને ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા- તાપી જીલ્લાના વાલોડ તાલુકામાં બુહારી એક નાનકડું આદિવાસી ગામ છે. આ ગામમાં CCTV, ફ્રી WIFI, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સૌર ઊર્જા સહિત અન્ય વિવિધ સરકારી યોજનાઓનો લાભોગ્રામજનોને ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ ગામની ગ્રામ પંચાયતનું ભવન(Building of Buhari Gram Panchayat) કે જે સૌર ઉર્જાથી ચાલે છે. બુહારીમાં પંચાયત ભવન એ તાપી જિલ્લા નું પહેલું ભવન હશે ત્યાં સૌર ઊર્જાથી કાર્યરત અને એર કન્ડિશન ભવન છે અને હાઈટેક સુવિધાથી સજ્જ(Buhari village equipped hightech facilities) આ ગામ ને હાલમાં જ આઈએસઓ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવ્યુ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બુહારી ગ્રામપંચાયતને જ આ સર્ટિફિકેટ મળતા ગામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

બુહારી ગ્રામજનોને ઘરે બેઠા મળી રહે તેવી સુવ્યવસ્થા થી સજ્જ પંચાયતને આઈ.એસ.ઓ (ISO) સર્ટિફાઈડની માન્યતાનું પ્રમાણપત્ર આપવામાં આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Gram Panchayat Election 2021: કચ્છના સુમરાસર શેખ ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ

બુહારી ગામમાં ઈન્ટરનેશનલ લેવલની ગુણવત્તા -બુહારી ગામમાં સૌરઉર્જાથી સંચાલિત ઈકો-ફ્રેન્ડલી પંચાયત ભવન છે. ગામના લોકોની સુખાકારી માટે જે પણ પગલાં લેવામાં આવ્યાં છે. એ તમામ બાબતો તેમજ પંચાયતની કામગીરી અને તેની ગુણવત્તા, સ્ટાન્ડર્ડ ધ્યાને લઈ ISO ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાર્ન્ડડાઈઝેશન ISO સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. વિશ્વનાં 175 દેશોમાં ISO ઈન્ટરનેશનલ લેવલની ગુણવત્તા ધરાવનારી સંસ્થા, કંપની વગેરે એકમોને ISO સર્ટિફિકેટ એનાયત થતું હોય છે. બુહારી જેવા ગામમાં ઈન્ટરનેશનલ લેવલની ગુણવત્તા તેમજ સ્ટાન્ડર્ડ મેઈન્ટેઈન કરી પંચાયતે જે પણ કામગીરી કરીને ધ્યાને લઈ ISO સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.

વર્ષોથી બુહારી ગામ સમૃદ્ધ -તાપી જિલ્લામાં વાત કરીએ વાલોડ તાલુકાના બુહારી ગામમાં તો પ્રથમ તો બલ્લુ દેસાઈ કે જેઓ બલ્લુના હુલામણા નામે પંથકમાં જાણીતા છે. બલ્લુ સહકારી આગેવાન તો ખરા પણ ગાંધી વિચારોને લઈને તેઓએ શિક્ષણ ક્ષેત્રે શાળાઓ અને કોલેજ સુધીના ભણતરની સગવડ તેઓએ કરી આપી છે. વર્ષોથી બુહારી ગામ સમૃદ્ધ રહ્યું છે અને આ ગામની સમૃદ્ધિ આજુબાજુના ગામડાઓમાં વસતા ખેડૂતો છે.

ત્રણ વર્ષમાં બુહારી ગામના વિકાસના કામો -ગામડાના ખેડૂતો પોતાનું ઉત્પાદન વેચવા અને પોતાના જીવન જરૂરિયાતનો સામાન લેવા બુહારી આવતા હોય છે. ત્યારે ખેડૂતો અને વેપારીની વસ્તી સાથે વસેલું ગામ એટલે બુહારી. ત્રણ વર્ષના સમય ગાળામાં બુહારી ગામે અનેક વિકાસના કામો કર્યા છે. ગામમાં પેવર બ્લોક હોય, પાકા રસ્તાઓ, રસ્તાની આજુબાજુ સુંદર વૃક્ષો ઉગાડવામાં આવ્યા, સ્ટ્રીટ લાઈટોથી લઈને ગામમાં પીવાના પાણી માટે મિનરલ વોટરની સુવિધા કરવામાં આવી છે. ત્યારે ગામમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન(Door to door garbage collection) શરુ કરાવી ગામની સ્વચ્છતા માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે બુહારી ગ્રામજનો આ વિકાસને વધાવી રહ્યા છે.

આ પણ વાંચો:Gram Panchayat Election 2021: કચ્છના કુનરિયામાં લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ

ફ્રી વાઇફાઇ સુવિધાને લઈને ઓનલાઈન શિક્ષણ સરળ -ગામમાં સુવિધાની વાત કરીએ તો ગામમાં પેવર બ્લોક અને પાકા રસ્તાઓ છે. ફૂલ એરકન્ડીશન ગ્રામ પંચાયત ભવન છે. તથા સોલાર પેનલ પૈકી વીજળી બીલમાં બચત કરવામાં આવે છે. બુહારીમાં પ્રાથમિક શિક્ષણથી લઈને વિનિયન કોલેજ સુધીના શિક્ષણની સગવડ છે. તથા વોટર હાર્વેસ્ટિંગ સાથે પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે. ગામમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન સુવિધા સાથે ગામમાં ફ્રી વાઈ ફાઈ સુવિધાને લઈને ઓનલાઈન શિક્ષણ સરળ બન્યું છે. ઉલ્લેખનિય છે તે ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન ફરીયાદોનું નિવારણ કરવામાં આવે છે. તથા ગામના તળાવના બ્યુર્ટી ફીકેશનનું કામ પણ મંજુર થયું છે. તથા મહિલાઓને સ્વરોજગારી મળે તે હેતુથી ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ગ્રામ પંચાયતનું નવું ભવન - આ બધા વચ્ચે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામની ગ્રામ પંચાયતનું જે નવું ભવન બનાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે સેન્ટ્રલ એસી અને સોલાર ઉર્જાથી(Central AC and solar energy) ચાલે છે. સમગ્ર તાપી જિલ્લામાં બુહારી ગ્રામ પંચાયત એ પ્રથમ એવી ગ્રામ પંચાયત વર્ષે જે સોલાર ઉર્જાથી ચાલે છે અને વીજળીની બચત કરે છે. ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ વર્ષના ગાળામાં આ ગામે અનેક વિકાસના કામો કર્યા છે. સ્ટ્રીટ લાઇટથી લઇને ગામમાં પીવાના પાણી માટે મિનરલ વોટરની સુવિધા પણ છે.

સ્ટ્રીટ લાઇટથી લઇને ગામમાં પીવાના પાણી માટેની તમામ સુવિધાઓ:

  • અહીં પ્રાથમિક શિક્ષણથી લઈને વિનિયન કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે.
  • વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે
  • ગામમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સુવિધા સાથે ફ્રી વાઇફાઇ
  • ફ્રી વાઇફાઇથી ઓનલાઇન શિક્ષણ સરળ બન્યું
  • ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઇન ફરીયાદોનું નિવારણ થાય છે.
  • ગામના તળાવના બ્યુટીફીકેશન કામ માટે મંજૂરી મળી
  • મહિલાઓને સ્વરોજગારી મળે તે માટે ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details