ગુજરાત

gujarat

ETV Bharat / state

બોરખડી સખી મંડળની બહેનો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી બની આત્મનિર્ભર - eco-friendly Ganesh idol

સરકારની ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં તાપી જિલ્લામાં સાકાર થઇ રહી છે. ત્યારે બોરખડી ગામના સ્નેહા સખી મંડળ અને કૈવલકૃપા સખી મંડળની બહેનોએ નાળીયેર (શ્રીફળ) ના રેસામાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની કલાત્મક મૂર્તિઓ બનાવી અને આજે સખીમંડળની બહેનો વહીવટીતંત્રના સહકારથી આર્થિક સધ્ધરતાના માર્ગે જઈ રહી છે.

સખી મંડળની બહેનો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી બની આત્મનિર્ભર
સખી મંડળની બહેનો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી બની આત્મનિર્ભર

By

Published : Sep 5, 2021, 8:00 PM IST

  • સુરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ તમામ મૂર્તિ ખરીદી લીધી
  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્નેહા સખી મંડળને રૂપિયા 7 લાખનો ચેક એનાયત
  • બહેનોએ નાળીયેર (શ્રીફળ)ના રેસામાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની કલાત્મક મૂર્તિઓ બનાવી


તાપી- સરકારની ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં તાપી જિલ્લામાં સાકાર થઇ રહી છે. એમ જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ વ્યારા ખાતે સખી મંડળોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ નેશનલ રૂરલ લાઈવ્લીહૂડ મિશન અંતર્ગત આ સખી મંડળને રૂપિયા 7 લાખનો ચેક એનાયત કરાયો હતો. જેના નાણાં આજે જ તેમના ખાતામાં જમા થઈ ગયા હતા. જે નાણાંથી આ બહેનો નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકશે.

સખી મંડળની બહેનો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી બની આત્મનિર્ભર

તમામ મૂર્તિ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખરીદી લેતા સખી મંડળની બહેનો થઇ ખુશ

ગણેશજીની પ્રતિમાના વેચાણ માટે આ બહેનોને મુશ્કેલી હતી, જે સુરત ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક કરીને તે મુશ્કેલી દુર થઇ ગઈ છે. આજે તમામ મૂર્તિ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ખરીદી લેવામાં આવતા સો ટકા વેચાણ થઈ ગયું, ત્યારે સખી મંડળની આ બહેનોએ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સખીમંડળની બહેનોને તાલીમ અપાઇ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા સખીમંડળની બહેનોને તાલીમ આપવામાં આવી હતી તેમજ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. બોરખડી ગામના સ્નેહા સખી મંડળ અને કૈવલકૃપા સખી મંડળની બહેનોએ નાળીયેર (શ્રીફળ)ના રેસામાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની કલાત્મક મૂર્તિઓ બનાવી અને આજે સખીમંડળની બહેનો વહીવટીતંત્રના સહકારથી આર્થિક સધ્ધરતાના માર્ગે જઈ રહી છે.

સખી મંડળની બહેનો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી બની આત્મનિર્ભર

આજે અમે તાલીમ લઈને સજ્જ બન્યા છીએ- જયશ્રી ચૌધરી

સ્નેહા સખી મંડળના જયશ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલા અમે ખેતરમાં મજૂરી કરતા હતા. સો રૂપિયા મજૂરી મળતી હતી. આજે અમે તાલીમ લઈને સજ્જ બન્યા છીએ અમને માર્કેટીંગનો પ્રશ્ન નથી. સારી રીતે કામ કરીએ છીએ, અમને સારી મદદ મળી રહી છે, હજુ અમે સારૂ કામ કરીશું. સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના મીષભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. ટ્રાઈબલ વિસ્તારના યુવાનો, બહેનો ખૂબ સારૂ કામ કરે છે. તેમની પ્રોડક્ટ લોકલ ટુ ગ્લોબલ સુધી પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીશું.

આ કાર્યક્રમમાં વિવિધ પ્રાંત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોષી, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કે.વી.કે.વ્યારા ડો.સી.ડી.પંડ્યા, આરતીબેન સોની, ચેમ્બર ઓફ કોમર્સના સંદિપભાઈ કથીરીયા, ડી.એલએમ પંકજભાઈ, સંદિપભાઈ ચૌધરી સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details