ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યારાના બિલ્ડર નિશિષ શાહની હત્યાનું રીકંટ્રકશન કરાયું

તાપી જિલ્લાના વ્યારાના બિલ્ડર એવા નિશિષ શાહની 14 મેના રોજ હત્યા થઇ હતી. પોલીસે હત્યારા ચારે યુવકોને તબક્કાવાર ઝડપી પડ્યા છે. તથા હત્યાને કઇ રીતે અંજામ આપ્યો તેનું રીકંટ્રક્શન કર્યું હતું.

નિશિષ શાહની હત્યાનું રીકંટ્રકશન કરાયું
નિશિષ શાહની હત્યાનું રીકંટ્રકશન કરાયું

By

Published : May 26, 2021, 9:52 AM IST

  • નિશિષ શાહની રાત્રિના 8:30 કલાકના અરસામાં હત્યા થઇ હતી
  • પોલીસે હત્યારા ચારે યુવકોને તબક્કાવાર ઝડપી પડ્યા
  • પોલીસે આરોપીઓને સાથે રાખીને રીકંટ્રક્શન કર્યું

તાપી : ગત 14મી મેના રોજ વ્યારાના બિલ્ડર એવા નિશિષ શાહની રાત્રિના 8:30 કલાકના અરસામાં સરજાહેર હત્યા કરાઇ હતી. જે મામલે પોલીસે હત્યારા ચારે યુવકોને તબક્કાવાર ઝડપી પડ્યા છે. આ યુવકોએ હત્યાની ઘટનાને કઇ રીતે અંજામ આપ્યો હતો. તેનું સંપૂર્ણ રીકંટ્રક્શન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

રીકંટ્રક્શનનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યું

આરોપીઓએ જે મુજબ બિલ્ડર નિશિષ શાહની રેકી કરી હતી. જે તમામ રૂટોનું જાત નિરીક્ષણ કરવાની સાથે જે સ્થળે હત્યા થઈ હતી. તે સ્થળે પણ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને કઈ રીતે બિલ્ડરની હત્યા કરાઇ હતી. તેનું પણ જાત નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યું હતું.

આ પણ વાંચો : તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સોપારી આપનાર મુખ્યસુત્રધાર નવીન ખટીક હજુ પોલીસ પકડથી દુર

ચારેય હત્યારા અને બે મદદગારો સહિત 6 આરોપીઓ પોલીસ હિરસતમાં મુખ્ય સૂત્રધાર નવીન ખટીક પોલીસ પકડથી દૂર આપને અહીં એ પણ જણાવી દઈએ છીએ કે, બિલ્ડર નિશિષ શાહની હત્યાના કેસમાં અત્યારસુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ ગુનામાં 80 હજારની સોપારી આપનાર મુખ્યસુત્રધાર નવીન ખટીક હજુ પોલીસ પકડથી દુર છે.

તાપી પોલીસે અત્યારસુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

  1. પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા
  2. નવીન ઉર્ફે રવી ચુડામણ
  3. ટીકો રબારી ઉર્ફે સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા)
  4. પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી
  5. દેવા મરાઠી ઉર્ફે દેવાભાઇ વિનોદભાઈ જાધવ
  6. મન્વંમાલિયા ઓરિસ્સાવાલા ઉર્ફે મનુ ગંતઈ સ્વાઇ

ABOUT THE AUTHOR

...view details