ગુજરાત

gujarat

ETV Bharat / state

આ ગામના લોકો વરસાદના સંગ્રહિત પાણીનો સિંચાઇ માટે કરે છે ઉપયોગ - Gujarati News

તાપીઃ તાપી જિલ્લામાં ઉકાઈ ડેમમાં પાણીની સપાટી નીચે જતા સમગ્ર જિલ્લામાં પીવાના પાણીની સાથે ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યા ઉભી થઇ છે. સરકાર દ્વારા અમુક તાલુકાઓમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે વાલોડ તાલુકાનું મોરદેવી ગામ એવું છે, જે ગામના ખેડૂતો સિંચાઈ માટે વરસાદ દરમિયાન સંગ્રહ થયેલા પાણીનો હાલ ઉપયોગ કરી રહ્યા છે.

વરસાદના સંગ્રહ થયેલા પાણીનો સિંચાઇ માટે કરવામાં આવે છે ઉપયોગ

By

Published : May 12, 2019, 9:10 PM IST

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા અને વાલ્મિકી નદીના પાણી સુકાઈ જતા વાલોડ તાલુકાના 8 થી 10 જેટલા ગામોના ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીની તકલીફ પડી રહી છે. ત્યારે વાલોડ તાલુકાનું મોરદેવી ગામમાં પણ અન્ય ગામોની જેમ પાણીની સમસ્યા છે પરંતુ ખાણ ખનીજ ખાતા દ્વારા આ વિસ્તારમાં લીઝ દરમિયાન પૂર્ણા નદીના પટમાં એક મોટો ખાડો કરવામાં આવ્યો હતો.

વરસાદના સંગ્રહ થયેલા પાણીનો સિંચાઇ માટે કરવામાં આવે છે ઉપયોગ

જ્યાં નદીના પાણીનો સંગ્રહ થયો હતો અને આ ખાડામાં ચોમાસા દરમિયાન પણ પાણીનો ભરાવો થયો હતો.આજે આ પાણી ગામ લોકોને ઉપયોગમાં આવી રહ્યું છે અને લગભગ 100 હેકટર જેટલી જમીનમાં હજુ ચોમાસા સુધી સિંચાઈનું પાણી પૂરું થઈ રહી એટલું પાણી હાલ આ ખાડામાં છે. આથી ગ્રામવાસીએ ખાણ ખનીજ ખાતાને અન્ય કોઈ સ્થળે લીઝ માટે ખાડો ખોદી આપીશું તેવું જણાવીને આ પાણીનો ઉપયોગ ગામ લોકો કરે તેવી રજૂઆત કરતા આજે આ પાણીનો ઉપયોગ ગ્રામવાસીઓ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details