રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આરોગ્ય કેન્દ્રોને નેશનલ લેવલે NQAS સર્ટીફાઇડ કરવા અંગે એપ્લિકેશન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી ચાંપાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નેશનલ લેવલે એપ્લિકેશન કરવામાં આવી હતી. જે સંદર્ભે ભારત સરકારની NQAS એસેસરની બે સભ્યોની નેશનલ ટીમ દ્વારા તારીખ 27 અને 28 સપ્ટેમ્બર 2019 દરમિયાન એસેસમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી, 90.1 ટકાના સ્કોર સાથે દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ સર્ટિફાઇડ કેન્દ્ર બન્યું છે.
“પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી” દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ “NQAS” સર્ટિફાઇડ કેન્દ્ર બન્યું - Primary health center Champawadi
તાપીઃ જિલ્લાનું 'પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી' દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ 'NQAS' સર્ટિફાઇડ કેન્દ્ર બન્યું છે. ભારત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે તે હેતુથી આરોગ્ય કેન્દ્રના ક્વોલિટી અંગેના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જે હેઠળ તાપી જિલ્લાના ચાંપાવાડી આરોગ્ય કેન્દ્ર સર્ટિફાઇડ બન્યું છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંપાવાડી
ઉલ્લેખનીય છે કે, NAQS સર્ટિફિકેટ મેળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. નુતન ચૌધરી તથા તેમની હેલ્થ ટીમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ તથા જિલ્લા આરોગ્ય પરિવાર દ્વારા બહુમાન કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.