ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉકાઈ ડેમના જળસ્તરમાં વધારો, તાપીમાં પાણી છોડવામાં આવ્યું - તાપી વરસાદનું પાણી

તાપીમાં છેલ્લા સાત દિવસથી વધુ વરસાદને કારણે ઉપરવાસમાં જમા થયેલા પાણીમાં(Tapi Rain Water) વધારો થતા ઉકાઈ ડેમના દરવાજા ખોલી ઉકાઈ ડેમમાંથી(Tapi Ukai Dam) 1.88 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ સાથે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી પણ પાણી છેડવામાં આવ્યું હતું. જેથી હજૂ પણ ઉકાઈ ડેમમાં વધુ પાણી આવશે. જેથી ઉકાઈ ડેમ અને તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોએ એલર્ટ રહેવું જોઈએ.

સાવચેતી જરૂરીઃ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી વધુ પાણી છોડાતા ઉકાઈ ડેમના જળસ્તરમાં થશે વધુ વધારો
સાવચેતી જરૂરીઃ મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી વધુ પાણી છોડાતા ઉકાઈ ડેમના જળસ્તરમાં થશે વધુ વધારો

By

Published : Jul 19, 2022, 5:57 PM IST

તાપી: છેલ્લા એક અઠવાડિયામાં અવિરત વરસાદ વરસ્યો છે. તેને લઈને ઉકાઈ ડેમમાં જળ સપાટી ઉપર આવી છે. દક્ષિણ ગુજરાતનું પાણી સ્ત્રોત ઉકાઈ ડેમ છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી(Maharastra Prakasha Dam) 1,49,375 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે આ પાણીનો જથ્થો આગામી થોડા કલાકોમાં ઉકાઈ ડેમમાં(Tapi Ukai Dam) પહોંચશે. જ્યારે ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલી ઉકાઈ ડેમમાંથી 1,88,792 કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.

પ્રકાશા ડેમ

આ પણ વાંચો:ઉકાઈ ડેમમાંથી છોડાયું પાણી, દેખાયો અદભૂત નજારો

પ્રકાશા ડેમ - મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી(Prakasha Dam in Maharashtra) 1,49,375 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો આગામી 15 કલાકમાં ઉકાઈ ડેમમાં પહોંચશે. આમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે. મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે પાલઘર-થાણેમાં અવિરત વરસાદને કારણે પરિવહન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.

ઉકાઈ ડેમ - જ્યારે તાપી જિલ્લાના ઉકાઇ ડેમમાંથી(Tapi Rain Water) હાલ 1,88,792 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વહીવટી તંત્ર(District Administration) દ્વારા સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદી કિનારે(Tapi river of Vyara taluka) આવેલા ગ્રામ્ય લોકોને નદી કિનારે અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Rain in Navsari : આ ડેમ થયા ઓવરફ્લૉ, ગામોને કરાયા એલર્ટ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ થયું એકટીવ - ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈ 2022ના રોજ રાત્રીના 8 કલાકે ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જે અંદાજિત મધ્યરાત્રી સુધીમાં તાપી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. તાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ(Disaster Management Cell) દ્વારા તમામ જાણકારી આપવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હવે પ્રકાશા ડેમનું વધુ પાણી ઉકાઈ ડેમમાં આવશે. જેથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધુ વધારો થશે. આ કારણોસર તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોએ સાવેચત રહેવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details