ગુજરાત

gujarat

ETV Bharat / state

Syrup in Tapi : સોનગઢ પોલીસે ગેરકાયદેસર 1.50 લાખનો સીરપનો જથ્થો ઝડપી પાડ્યો

તાપીના અગાસવાણ સીમમાંથી પોલીસે એક કારમાં સુરતથી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવતી નશાકારક સીરપનો (Syrup in Tapi) જથ્થો ઝડપી લીધો છે. જેમાં પોલીસે 1 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈ મહારાષ્ટ્રના (Police Seized a Quantity Syrup in Tapi) ધુલિયા ખાતે રહેતા બે આરોપી શાહરુખ અબ્બાસ ખાટિક અને સરફરાઝ અન્સારીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

Syrup in Tapi : સોનગઢ પોલીસે ગેરકાયદેસર 1.50 લાખનો સીરપનો જથ્થો ઝડપી પાડ્યો
Syrup in Tapi : સોનગઢ પોલીસે ગેરકાયદેસર 1.50 લાખનો સીરપનો જથ્થો ઝડપી પાડ્યો

By

Published : Apr 1, 2022, 12:23 PM IST

તાપી : ગુજરાતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી નશાખોરો દારૂ ઘુસાડતા હોય છે. ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં નશાખોરોને સીરપ ઘૂસાડવાનું ચાલુ કર્યું હોય તેમ નશાકારક સીરપની હેરાફેરીનો પર્દાફાશ તાપી (Syrup in Tapi) પોલીસે કર્યો છે. જેમાં સોનગઢ પોલીસે 1 લાખ 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે સીરપનો જથ્થો લઈ જતા 2 આરોપીને ઝડપી લઈ વધુ 1 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢ પોલીસે ગેરકાયદેસર 1.50 લાખનો સીરપનો જથ્થો ઝડપી પાડ્યો

આ પણ વાંચો :સુરત: બેસ્ટ મેડિકલ સ્ટોરમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર આપતા હતા સીરપ

શરદી ખાંસી માટે સીરપ ઉપયોગી - સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી નશાકારક સીરપ આપનાર સચિનના વધુ એક આરોપીને પણ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનિય છે કે આ સીરપ શરદી(Use of Syrup) ખાંસી થઈ હોય જેમાં ઉપયોગ કરાય છે. અને તે પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન હોઈ તો. તેમ છતાં આરોપીઓ કોઈ પણ પરવાનગી અથવા બિલ વગર આ સીરપનો નશો (Police Seized a Quantity Syrup in Tapi) કરવા લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો :સંઘપ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ થતાં નશાખોરોને મળી રહ્યું છે મોકળું મેદાન

યુવા ધનને નશો કરવાના રવાડે -અલગ અલગ નશાકારક પ્રદાર્થોનું સેવન કરાવી કેટલાક તત્વો યુવા ધનને નશો (Intoxication of Syrup) કરવાના રવાડે ચઢાવતા હોય છે. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાતમાંથી સીરપ લઈ મહારાષ્ટ્રમાં લઇ જવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રાજ્ય પોલીસ વિભાગ અને અન્ય એજન્સી આવા રેકેટનો વધુમાં વધુ પર્દાફાશ કરે એ જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details