ગુજરાત

gujarat

ETV Bharat / state

બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ: સાળાએ જ કરી બનેવીની હત્યા, વ્યારા પોલીસ કરશે આરોપીની ધરપકડ - tapi murder news

વ્યારાના બહુ ચકચારી બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી તરીકે નિશિષ શાહના સાળા વિજય મનસુખ પટેલનું નામ સામે આવ્યું છે. આરોપી વિજય મનસુખ પટેલને હત્યાનાં ગુનામાં પકડી પાડવા અલગ અલગ પોલીસ ટીમો બનાવી આરોપી વિજયની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી ચાલુ કરી છે.

બિલ્ડર નિશિષ શાહ
બિલ્ડર નિશિષ શાહ

By

Published : Jun 15, 2021, 9:04 PM IST

  • તપાસમાં મૃતક નિશિષ શાહના સાળા વિજય મનસુખભાઇ પટેલનું નામ ખુલ્યું
  • આરોપી વિજય મનસુખ પટેલ 14 તારીખના રોજ હત્યા બન્યા પછી અત્યાર સુધી ભાગતો ફરતો હતો
  • રહસ્ય પરથી પરદો ઊંચકાશે તેવી આશા

તાપી: નિશિષ શાહની હત્યા તેના સાળાએ જ કરી હોવાનું પોવીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં મૃતક નિશિષ શાહના સાળા વિજય મનસુખ પટેલનું નામ સામે આવ્યું છે. આખરે હત્યાના થોડાક સમય પહેલા વિજય પટેલ અને નિશિષ શાહ વચ્ચે જાહેરમાં ઝગડો પણ થયો હતો.

આ પણ વાંચો: બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ - મુખ્ય સૂત્રધાર નવીન ખટિક તાપી પોલીસના સકંજામાં

બિલ્ડર નિશિષ શાહની હત્યા કરાવનારો ભાગતો ફરતો આરોપી વિજય પટેલ

વ્યારાના બહુ ચકચારી બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર વિજય પટેલનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે ઘણા દિવસથી પોલીસને હાથ તાળી આપી નાસ્તા ફરતા વિજય પટેલને પકડવા વ્યારા પોલીસે કાયમી ધરપકડનું વોરંટ મેળવી લીધું છે, ત્યારે શાહની હત્યાનું કારણ શું અને કેમ તેની હત્યાની સોપારી આપી હતી એ રહસ્ય પરથી પરદો ઊંચકાશે તેવી આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: વ્યારામાં 4 શખ્સે બિલ્ડરની જાહેરમાં હત્યા કરી

વ્યારા પોલીસને મળ્યું કાયમી ધરપકડનું વોરંટ

તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આરોપી વિજય મનસુખ પટેલ 14 તારીખના રોજ હત્યા બન્યા પછી અત્યાર સુધી ભાગતો ફરે છે, જેથી આરોપી વિજય મનસુખભાઇ પટેલની વિરુધ્ધમાં CRPC કલમ-70 મુજબ કાયમી ધરપકડનુ વોરંટ વ્યારા કોર્ટમાંથી મેળવી આરોપી વિજય મનસુખ પટેલને હત્યાનાં ગુનામાં પકડી પાડવા અલગ અલગ પોલીસ ટીમો બનાવી આરોપી વિજયની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી ચાલુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details