- ચર્ચમાં માસ્ક તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ન હતી
- વધુ માણસો ભેગા કરી કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ
- કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
તાપી: સોનગઢના ટોકરવા ગામના વિસ્તારમાં આવેલા ચર્ચમાં 200થી વધુ લોકો ભેગા થતા પોલીસ કાર્યવાહીની ફરજ પડી હતી. જેને લઈ ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ધાર્મિક કાર્યક્રમમાં 200થી વધુ માણસો ભેગા કરી કોવિડ-19 ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયો હતો.
ચર્ચમાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના ટોકરવા ગામના મિસ્ત્રી ફળીયામાં રહેતો પાદરી તેના ઘર નજીક આવેલા ચર્ચમાં તેમજ આંગણામાં ધાર્મિક કાર્યક્રમ (પ્રાર્થના સભા)નું આયોજન કર્યું હોય 200થી વધુ માણસો ભેગા કરી કોવિડ-19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. ચર્ચમાં ભેગા થયેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ (Violation of social distance) સુધ્ધા ન હતું. ચર્ચમાં માસ્ક તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા ન હતી તેમજ કેટલાક લોકોએ મોઢે માસ્ક પહેર્યું ન હતુ.