તાપી : તાપી જિલ્લા પોલીસને સુરત વિભાગ તેમજ પોલીસ અધિક્ષક દ્વારા (Liquor Case in Tapi) દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલગરો ઉપર કડક કાર્યવાહી કરવા વારંવાર પ્રોહી ડ્રાઇવનું આયોજન કરાતું હોય છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા વિસ્તારમાં છેલ્લા છ માસમાં પ્રોહિબિશનના કુલ 2332 કેસો કરી કુલ 57 લાખ 53 હજાર રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી દારૂના બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરીના વેચાણના, ભઠ્ઠી/વોશના તેમજ પીધેલાના કેસો કરવામાં આવ્યા છે. તેમજ તાપી જિલ્લામાંથી પોલીસે દારૂની બંદી નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ થતી રહે છે.
દારૂ પીધેલા સામે પણ કેસ -તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, તાપી પોલીસ દ્વારા ગુજરાત સરકારની જે પ્રોહિબિશન અંગેની કડક અને અસરકારક નીતિને અનુસંધાને તાપી પોલીસ દ્વારા જિલ્લામાં કુલ દેશી દારૂના 280 કેસ જૂન મહિનામાં (Tapi Police Action Against Liquor) દાખલ કરવામાં આવેલા છે. ઈંગ્લીશ દારૂના હેરાફેરીના 11 કેસો દાખલ કરવામાં આવ્યા છે, કબજાના કુલ 65 કેસ દાખલ કરવામાં આવેલા છે. દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા લોકો પર કુલ 145 કેસ કરવામાં આવેલા છે અને દેશી દારૂની ભઠ્ઠીના કુલ 12 કેસો કરવામાં આવેલા છે. કુલ 514થી વધારે શોધી કાઢવામાં આવેલા છે.
આ પણ વાંચો :દેશી દારૂના અડ્ડા પર જનતાના દરોડા ! વિડિયો થયો વાયરલ