ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં અદ્યતન સુવિધા સાથે પોકસો કોર્ટનું ઉદ્ઘાટન કરાયું - તાપી ન્યૂઝ

તાપીઃ જિલ્લાના વ્યારા ખાતે આજે ખાસ પોકસો કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં સગીર વયના બાળકો પર થયેલાં ગુનાઓની સુનાવણી કરવામાં આવશે. આ કોર્ટનું લોકાપર્ણ વ્યારા ખાતે જિલ્લા ન્યાયાધીશ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું.

તાપી

By

Published : Nov 17, 2019, 7:50 PM IST

વ્યારામાં નાામદાર હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ખાસ પોક્સો કોર્ટ બનાવવામાં આવી હતી. જેમાં સગીર વયના બાળકો સાથે થતાં દુષ્મકર્મ કે અમાનવીય કૃત્ય અંગેના કેસ ચલાવવામાં આવશે. આ કોર્ટ સગીર વયના ફરિયાદી કે સાક્ષી માટે ખાસ સુવિધા અને વાતાવરણ ઉભું કરવાના આશયથી શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન જિલ્લા ન્યાયાધીશ પી.વી.શ્રીવાસ્તવના હસ્તે કરાયું હતું.

તાપીમાં અદ્યતન સુવિધા સાથે પોકસો કોર્ટનું ઉદ્ઘાટન કરાયું

આ નવનિર્મિત કોર્ટમાં અધ્યતન વલનરેબલ વીટનેશ ડીપોઝીશન સેન્ટરમાં 4 કેમેરા, 3 LED ટીવી, ડીજીટલ કોમ્યુનીકેશન સીસ્ટમ મુકવામાં આવ્યું છે. જેથી સગીર બાળકોને કોર્ટના ગંભીર વાતાવરણનો અનુભવ ન થાય અને તેઓ નિ:સંકોચ પોતાની વાત રજૂ કરી શકે.

આમ, પોક્સો તથા અન્ય સંવેદનશીલ કેસોમાં જુબાની આપનાર, સાક્ષી આપનાર બાળકો હળવા વાતાવરણમાં જુબાની આપી શકે. તે માટે એક પ્રતીક્ષાખંડ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બાળકો રમત રમી શકે છે તથા આનંદ પ્રમોદ કરી શકે તે માટેની સુવિધા કરાઈ છે.

આ ઉદ્ઘાટન કાર્યક્રમ તાપી જિલ્લા કલેક્ટર આર.જે હાલાણી, અધિક કલેકટર બી. બી વહોનિયા, ડીસીએફ આનંદકુમાર, સીનીયર સિવિલ જજ એસ. એસ. કાળે અને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ બી. કે. દસોર્દીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details