ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી નજીક ખેતરમાં દીપડી પાંજરે પુરાઇ, લોકોમાં હાશકારો

તાપી: જિલ્લામાં આવેલા વાલોડ તાલુકાના પેલાદ બુહારી ગામે ખેડૂત પર દીપડા દ્વારા કરવામાં હુમલા બાદ વન વિભાગ દ્વારા ખેડૂત સુરેશભાઈ ભંડારીના ખેતરમાં 2 પાંજરા મુકવામાં આવ્યા હતા. જેમાંથી એકમાં 11 એપ્રિલે 6 વર્ષિય દીપડો પાંજરે પૂરાઇ હતી. તો આજ રોજ ફરી 4 વર્ષિય દીપડી પાંજરે પુરાઇ છે.

By

Published : Apr 18, 2019, 3:32 PM IST

સ્પોટ ફોટો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાદ બુહારી ગામે ખેડુત પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે વન વિભાગ દ્વારા ખેડુત સુરેશભાઈ ભંડારીના ખેતરમાં બે પાંજરા મુકવામાં આવ્યા હતા. જે પૈકીના એક પિંજરામાં 11 એપ્રિલના રોજ 6 વર્ષિય દીપડો પાંજરમાં પુરાયો હતો.

ખેતરમાં ફરતી દીપડીઓના રાત્રીના ફોટો

ત્યારબાદ ગ્રામજનો દ્વારા દીપડો દેખાવાની વાત વન વિભાગ અને બારડોલીના ફ્રેન્ડ્સ ઑફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને કરવામાં આવી હતી. જે દીપડાને પકડી પાડવા પેલાદ બુહારી ગામે રહેતા રમણભાઈ ગામીતના વાડામાં પાંજરું મુકતા ગુરૂવારની વહેલી સવારે 4 વર્ષિય દીપડી પાંજરે પુરાય હતી. વાલોડ વન વિભાગ દ્વારા દીપડીનો કબજો મેળવી દીપડીને જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલ દીપડી

ABOUT THE AUTHOR

...view details