તાપી:કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત (Padma Awards announced Central Government) કરનામાં આવી છે. આ વર્ષે પદ્મ વિભૂષણ માટે કુલ ચાર નામોની પસંદગી (total four names selected Padma Vibhushan) કરવામાં આવી છે. જેમાં ત્રણ લોકોને સન્માન મરણોત્તર આપવામાં આવ્યું છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 128 લોકોના નામ સામેલ છે. જેમાંથી ચારને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
Padma Awards 2022 : રમિલાબેનને શા માટે લોકો કહે છે 'સ્વચ્છતા ચેમ્પિયન', જાણો તેમનું કાર્ય રમીલાબેન ગામીતને ઓળખ મળી એમના કામથી
કોઈને તેના નામથી કોઈ તેના ઋતબાથી ઓળખ મળે છે પણ ગુજરાતના તાપી જિલ્લાના ટાપરવાડા ગામનાં રમીલાબેન ગામીતને ઓળખ મળી એમના કામથી ટાપરવાડા ગામને ખુલ્લામાં શૌચ મુક્ત કરવાનું કામ મોટું હતું અને ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવાનો હતો.
Padma Awards 2022 : રમિલાબેનને શા માટે લોકો કહે છે 'સ્વચ્છતા ચેમ્પિયન', જાણો તેમનું કાર્ય ખુલ્લા શૌચમાંથી મુક્ત કરવા પહેલા શૌચાલય નિર્માણનું પ્રશિક્ષણ લીધું
તાપી જિલ્લામાં આવેલા ટાપરવાડા ગામને ખુલ્લા શૌચમાંથી મુક્ત કરવા પહેલા તેમને શૌચાલય નિર્માણનું પ્રશિક્ષણ લીધું અને બધાની માનસિકતા બદલી કે, "ખુલ્લામાં શૌચ કરવાથી નુકસાન આપડું જ છે".
Padma Awards 2022 : રમિલાબેનને શા માટે લોકો કહે છે 'સ્વચ્છતા ચેમ્પિયન', જાણો તેમનું કાર્ય આ પણ વાંચો:Padma Awards 2022: CDS રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણ, ગુજરાતના આ 6 મહાનુભાવોને પદ્મશ્રી
રમિલા ગામીતે ખુલ્લામાં શૌચ મુક્ત કરાવ્યા
કહેવાય છેને મેહનત વગર ફળ મળતું નથી તેવી જ રીતે પહાડી વિસ્તારમાં શૌચાલય બનાવવાનો સામાન નીચેથી ઉપર લાવાની સમસ્યા અને પહાડના ઢોળાવ પર કામ કરવાનો ખતરો પણ સાથે દરોજ સવારમાં લોકો પર નઝર રાખવા પણ જવાનું આ બધી સમસ્યા હોવા છતાં રમિલા ગામીતે પોતાનું નેહા સખી મંડળને નેતૃત્વ કર્યું અને 350થી પણ વધુ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. જેમાં ટાપરવાડા અને આસપાસના વસેલા 9 ગામડાઓમાં ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવ્યું હતું.
Padma Awards 2022 : રમિલાબેનને શા માટે લોકો કહે છે 'સ્વચ્છતા ચેમ્પિયન', જાણો તેમનું કાર્ય આ પણ વાંચો:પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા, જાણો તેમના વિશે...
રમીલાબેન ગામીતને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવશે
સખી મંડળ દ્વારા રોજગાર મેળવીને ઘણી બધી મહિલાઓ બની આત્મનિર્ભર અને ભારતને મળી બીજી એક સ્વચ્છતા ચેમ્પિયને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે.