ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લામાં 8.5 લાખની વસ્તી સામે કોવિડ હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટિલેટર

આરોગ્ય વિભાગ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે, વ્યારાની જનરલ હોસ્પિટલમાં 16 અને વ્યારાની કાળીદાસ હોમિયોપેથીક હોસ્પિટલ મળીને માત્ર 20 વેન્ટિલેટર કાર્યરત છે. બીજી બીજુ, કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહોયો છે. જ્યારે, તાપી જિલ્લામાં વેન્ટિલેટરની જરૂર છે.

By

Published : Apr 10, 2021, 2:47 PM IST

તાપી જિલ્લામાં 8.5 લાખની વસ્તી સામે કોવિડ હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટિલેટર
તાપી જિલ્લામાં 8.5 લાખની વસ્તી સામે કોવિડ હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટિલેટર

વ્યારા: તાપી જિલ્લામાં આરોગ્ય સેવા અને તાપી જિલ્લાની કોવિડ 19 હોસ્પિટલોમાં જિલ્લાની 8.5 લાખ માણસોની વસ્તી સામે માત્ર 20 વેન્ટિલેટર હોવાની માહિતી આરોગ્ય ખાતા પાસેથી મળી છે. વ્યારાની જનરલ હોસ્પિટલમાં 16 અને વ્યારાની કાળીદાસ હોમિયોપેથીક હોસ્પિટલ મળીને માત્ર 20 વેન્ટિલેટર કાર્યરત છે. ત્યારે, તાપી જિલ્લામાં વેન્ટિલેટરની જરૂર છે. આ માટે, આરોગ્ય વિભાગ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે, ઉચ્છલની CHC ખાતેના બિનઉપયોગી 2 વેન્ટિલેટર વ્યારા ખાતે મંગાવી લેવામાં આવ્યા છે. ત્યારે, જો ઓક્સિજન બેડની વાત કરીએ તો વ્યારાની જનરલ હોસ્પિટલમાં 100, કાળીદાસ હોસ્પિટલમાં 30, ગડત રેફરલ હોસ્પિટલમાં 30 અને ઉચ્છલ CHC ખાતે 25 ઓક્સિજન બેડ મળી માત્ર 185 ઓક્સિજન બેડ કાર્યરત છે. આથી, વધુ ઓક્સિજન બેડની જરૂરિયાત વધી શકે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો:તાપી: માયપુર ગામની લિસ્ટેડ બુટલેગરને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

50 દર્દીઓ હજુ સારવાર હેઠળ

તાપી જિલ્લાની મસમોટી વસ્તી સામે કોરોના જંગ લડવા માટે સંસાધનો ઓછા પડી રહ્યા હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. તાપી જિલ્લામાં આજે શનિવારે 1191 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં, 10 કોરોના પોઝીટીવ આવ્યા છે. જ્યારે, જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો 1067 પર પહોંચ્યો છે. કોરોના સારવાર દરમિયાન ન થયેલા કોરોના દર્દીઓના મોતનો આંકડો 60 પર પહોંચ્યો છે. બીજી બાજુ, આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, 50 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે, 6 દર્દીઓને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો:મહીસાગરમાં કોરોનાના વધું 48 કેસ પોઝિટિવ, 21 દર્દીઓ ડિસ્ચાર્જ

ABOUT THE AUTHOR

...view details