- ખેડૂતો માટે ઇનસેક્ટીસાઇસ મેનેજમેન્ટ કોર્સ શરૂ કરાયો
- ખેડૂતો અને ડિલરો માટે શરુ કરવામાં આવ્યો નવો કોર્સ
- પ્રેક્ટિકલ અને ટેક્નિકલ જ્ઞાન આપવામાં આવશે
તાપી:જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે 12 અઠવાડિયાનો તાલીમ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ખેતીની વિવિધ પદ્ધતિઓ સહિત ખાતરનો ઉપયોગ અને ઓર્ગેનિક ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે. ઇનસેક્ટીસાઇસ મેનેજમેન્ટ નામનો કોર્સ નવસારી કૃષિ યુનિવર્સિટી અને હૈદરાબાદ યુનિર્વિસટી સયુંકત પણે તાપી જિલ્લાના ખેડૂતો અને ડિલરો માટે શરુ કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે નવાં કોર્સ શરૂ કરાયાં આ પણ વાંચો: ડાંગના ગુંદિયા ગામે વઘઇ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઈ ખેડૂત તાલીમ
અઠવાડિયામાં એક દિવસ શુક્રવારે ખેડૂતોને તાલીમ અપાશે
સરકાર દ્વારા હાલમાં એવો અભિગમ રાખવામાં આવ્યો છે કે, જે લોકોને ખેતી વિશેની માહિતી નથી અને ખાસ કરીને ઈનસેક્ટિવ વિશે જ્ઞાન નથી તેવા ખેડૂતોને ઈનસેક્ટિવની ડીલરશીપ આપી શકાય નહીં તેથી તાપી જિલ્લાના ખેડૂતો માટે ખાસ આ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. અઠવાડિયામાં એક દિવસ શુક્રવારે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. જેમાં પાકને નુક્શાન ના થાય તેના માટે ક્યાં ક્યાં રસાયણ ઉપયોગમાં લઇ શકાય તેની પદ્ધતિઓ વગેરે અંગે પ્રેક્ટિકલ અને ટેકનીકલ જ્ઞાન પણ આપવામાં આવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , તાપી