પવિત્ર નોરતાંના પર્વમાં માઈ ભક્તોમાં રોજે રોજ ગરબાને લઈ ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. તાપી જિલ્લાના બુહારીમાં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનોમાં જન જાગૃતિ પણ જોવા મળી હતી. મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિના ભાગ રૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપીલ કરાઈ છે.
તાપીમાં એક અનોખી પહેલ, નવરાત્રીમાં પ્લાસ્ટિક મુક્તિ માટે લીધી પ્રતિજ્ઞા - Plastic free
તાપી: માઁ આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના બુહારી ખાતે ગરબાના આયોજનમાં જન જાગૃતિ જોવા મળી હતી. રહીશોએ પ્લાસ્ટિક મુક્ત ભારતને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિના નિયમ લીધા હતા. બુહારી સહિત આજુ બાજુના 40 જેટલા ગામડાઓ આ નવરાત્રીમાં ગરબાની સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત અંગે નિયમ લીધો હતો.
Tapi
બુહારી ગામમાં પણ ગરબાના આયોજનમાં આ જાગૃતિ જોવા મળી હતી. અને સ્થાનિકોએ પ્લાસ્ટિક મુક્તિ માટે શપથ લીધા હતા. બધી જ સુવિધાઓથી સજ્જ બુહારી ગામમાં સરપંચ દ્વારા વડાપ્રધાન મોદીના પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા માટે લોકોને અપીલ કરાઈ હતી. સાથે જ સ્વચ્છતા અંગે પણ લોકોને જાગૃત કરાયા હતા.