ગુજરાત

gujarat

ETV Bharat / state

Natural farming In Tapi : તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને મેળવે છે મબલખ આવક - meaning of natural farming

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ખેડૂતે રાસાયણિક ખાતરનો ત્યાગ(Abandonment of chemical fertilizers) કરીને ગાય આધારિત ખેતી કરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી(Natural farming) એટલે કે ઝીરો બજેટની ખેતી(Zero budget farming) કારણ કે, આ પ્રકારની ખેતી કરવા પાછલ ખર્ચ પણ ઓછો થાય છે. પ્રાકૃતિક ઉત્પાદિત થતા પાકોના ભાવોમાં પણ વધારો મળે છે, જેથી ખેડૂતને ચોખ્ખો નફો થાય છે.

Natural farming In Tapi
Natural farming In Tapi

By

Published : Feb 10, 2022, 3:58 PM IST

Updated : Feb 10, 2022, 4:49 PM IST

તાપી : પ્રાકૃતિક ખેતીનો અર્થ(meaning of natural farming) થાય છે ઝીરો બજેટની ખેતી(Zero budget farming). પ્રાકૃતિક રીતે ખેતી(Natural farming) કરવામાં આવે તો તેની ખેતી પાછળ સાવ નજીવો ખર્ચ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા બિયારણ, ખાતર, દવા કે કોઈપણ વસ્તુ કે સંસાધનો બહારથી ખરીદીને લાવવા પડતા નથી. આવીજ રીતે તાપીના એક ખેડૂત ખેતી કરીને મબલખ આવક મેળવે છે.

Natural farming In Tap

પ્રાકૃતિક ખેતી થકી ટૂંકા ગાળામાં સારો નફો મળે

ડોલવણ તાલુકાના પંચોલ ગામના આદિવાસી ખેડૂત રાજેન્દ્ર ચૌધરીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરી શકાય તેની શિબિરમાં ભાગ લીધો હતો અને ગાય આધારીત ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો. ગાયના છાણિયા ખાતર, ગૌ મૂત્ર લાવીને જીવામૃત બનાવ્યું અને ડાંગરના પાકમાં તેનો ઉપયોગ કર્યો હતો. જેનાથી પાકમાં ફાયદો દેખાતા ઘરે જ જીવામૃત, દશપર્ણીઅંક જેવી દવાઓ જાતે જ બનાવીને પાકમાં છંટકાવ કરે છે. પ્રાકૃતિક ખેતીએ ટૂંકા ગાળામાં સારો એવો નફો આપ્યો હોવાનું રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે. જેઓ પોતાના ખેતરમાં વિવિધ શાકભાજી, રોકડિયા પાકોનું વાવેતર કરે છે.

Natural farming In Tapi

આ પણ વાંચો : રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો સધર બન્યા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના પ્રો. કુલદીપ રાણાએ જણાવ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે તો પહેલા પ્રયોગાત્મક રીતે થોડી જમીનમાં કરે, કારણ કે જીવામૃત જાતે તૈયાર કરવાના હોય છે. આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું એક ગ્રુપ બનાવી એનાં ઉત્પાદનો શહેરો સુધી પહોંચે એવું આયોજન કરવામાં આવ્યું છે. કોઇપણ ખેડૂતોને તાલીમ મેળવવી હોય તો અમે ઘરઆંગણે તેમના ગામ સુધી આવીને તાલીમ આપીએ છીએ. રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર અને ખેડૂતો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ આરંભી છે, ત્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી આ ખેત પદ્ધતિ કિસાનો માટે ટકાઉ ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

Natural farming In Tapi

પ્રાકૃતિક ખેતી એટલે ઝીરો બજેટની ખેતી

પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણના જતન અને સંવર્ધનની સાથે ઝીરો બજેટની ખેતીનું આકર્ષણ વધ્યું છે. ડોલવણ તાલુકામાં છેલ્લા એક વર્ષમાં તાલુકાના 9078 ખેડૂતો છે, જે પૈકી અંદાજે 437 ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તેમજ 200 ખેડૂતે ખેતી કરવાની તૈયારી દર્શાવી છે. લોકો દેશી ગાય લાવીને એકથી બે એકરમાં ખેતી અપનાવી રહ્યા છે, જે જમીનો પહેલાં એટલી કઠણ હતી કે જેમાં હળ ચલાવતી વખતે મુશ્કેલીઓ પડતી હતી, પણ આ ખેતી અપનાવ્યા બાદ જમીન મુલાયમ અને ફળદ્રુપ બની છે.

Natural farming In Tapi

આ પણ વાંચો : Natural farming In Patan : પાટણ જિલ્લાના મોટીચંદુર ગામે ખેડૂતે પ્રથમવાર પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંનું કર્યું વાવેતર

પ્રાકૃતિક થકી ખેતીના ખર્ચમાં ઘટાડો નોંધાયો

ખેતીમાં રાસાયણિક ખેતી દ્વારા 50થી 60 ટકા ખર્ચ થતો હતો, એ ખર્ચ આજે પ્રાકૃતિક ખેતી અપનાવતાં ઘટીને 10થી 20 ટકા જેટલો થયો છે, અને હવે શૂન્ય ટકા ખેતી ખર્ચ તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોને ઘણો જ ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીથી નિંદામણનું પ્રમાણ પણ ખૂબ ઘટ્યું છે. જીવામૃત દવા બનાવીને નિયમિત પાકોમાં છંટકાવ કરવામાં આવે છે. આ ખેતીથી ખેતી ખર્ચના ઘટાડાની સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે તેમજ અળસિયાંની સાથે કિટકો, મધમાખી ખેતરમાં આવતાં થયાં છે. .

પ્રાકૃતિક દવાના વપરાશમાં થયો વધારો

ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થકી આમ જનતાની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઇમેન્ટ ચેઇન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. આજના આધુનિક યુગની ખેતીમાં ખાતર અને પાણીનો બેફામ ઉપયોગ કરવાને કારણે ધીમે ધીમે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. પેસ્ટિસાઈડઝના ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા ઘાતક રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. તેવા સમયે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરીને શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક પાકનું ઉત્પાદન લઈ શકાય છે. રાસાયણિક ખાતરો અને દવા મોંઘી અને સરવાળે હાનિકારક છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવિક ખાતરો અને જીવામૃત ઘરે બનાવવા બહુ જ સરળ છે.

પ્રાકૃતિક ખેતીના ફાયદા

  • માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી થઇ શકે
  • ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો
  • પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન
  • ખેડૂતોની આવક બમણી કરવા માટેની ઉત્તમ ખેતી પધ્ધતિ
  • નહીવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ
  • 90 ટકા પાણીની બચત
Last Updated : Feb 10, 2022, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details