ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થતા તપાસના આદેશ અપાયા - former MLA Kanti Gamit

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો કરવા આકરા દંડ વસુલી રહી છે ત્યારે સત્તારૂઢ પક્ષના નેતાઓ જ છડેચોક કાયદાનું ઉલ્લંધન કરતા અવાર-નવાર જોવા મળે છે. તાપી જીલ્લાના પૂર્વ ધારાસભ્યની પૌત્રીની સગાઈ પ્રસંગે આશરે 6000 થી વધુ લોકો ભેગા થયા હતા. જેનો વીડિયો વાઇરલ થતા આખરે પોલીસે તપાસના આદેશ આપ્યા છે જ્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થતા તપાસના આદેશ અપાયા
પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થતા તપાસના આદેશ અપાયા

By

Published : Dec 1, 2020, 7:03 PM IST

Updated : Dec 2, 2020, 9:42 AM IST

  • તાપી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છે કાંતિ ગામીત
  • કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થયા
  • પૂર્વ ધારાસભ્યએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી
    પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થતા તપાસના આદેશ અપાયા


સુરત : તાજેતરમાં તાપી જિલ્લાના સોનગઢનાં ડોસવાડા ગામમાં ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતી પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડ્યાં હતા. જેને લઇને સોશીયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાઇરલ થયા છે. વીડિયો વાઇરલ થયા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં દર વર્ષે આવી જ રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પૌત્રીની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના નિમંત્રણ વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા. અંદાજે દોઢ હજાર લોકોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. ગરબા અને સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા એ મારી ભૂલ છે અને આ માટે હું માફી માગું છું.

પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થતા તપાસના આદેશ અપાયા

તપાસના આદેશ આપવામાં આવ્યા

બીજી તરફ તાપી જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ સુજાતા મજુમદાર દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક તરફ સામાન્ય નાગરિક જ્યારે લગ્ન પ્રસંગમાં નિયત સંખ્યા કરતા વધારે લોકો બોલાવે છે ત્યારે તેને મસમોટો દંડ ફટકારી દેવામાં આવે છે ત્યારે તંત્રમાં સત્તામાં બેઠેલી પાર્ટીના નેતાઓ આવી રીતે ગાઇડલાઈન્સનું ઉલ્લંઘન કરે છે તેમના વિરૂદ્ધ કોઇ પગલા પણ લેવાતા નથી. રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યા છે.

Last Updated : Dec 2, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details