સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેમાં બારડોલીના હરિપુરાથી ઉમરસાડી જતા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે અને જીવના જોખમે વિદ્યાર્થીઓને તેમના વાલીઓ કોઝવેનો રસ્તો પાર કરાવે છે. 15 ગામોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ કડોદ ગામે આવેલી શાળામાં અભ્યાસ અર્થે જાય છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે.
જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જુઓ વિગતે...
તાપીઃ બારડોલી તાલુકાના હરિપુરાથી ઉમરસાડી જતા કોઝવે પર વધુ વરસાદને કારણે પાણી ફરી વળ્યાં હતા. જેથી કોઝવે પરના 15થી વધુ ગામના નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકોને જીવના જોખમે રસ્તો પસાર કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.
સામાન્ય રીતે આ વિસ્તારના ગ્રામજનોને માંડવી તેમજ બારડોલી સાથે સીધો વ્યવહાર જોડાયેલો છે. ખેડૂતો, નોકરિયાત વર્ગ પણ રોજિંદી મુસાફરી કરે છે. સ્થાનિકોએ આ પરિસ્થિતિને સુધારવા વારંવાર જવાબદાર તંત્ર તેમજ આગેવાનોને રજૂઆતો કરી છે, પરંતુ રજૂઆતો માત્ર વામણી પુરવાર થઇ છે. જ્યારે પુલ પર પાણી ફરી વડે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ કે જેઓ પશુ પાલન સાથે જોડાયેલ હોવા છતાં શાળાના છૂટવાના સમયે કોઝવે પરથી પસાર થાય છે અને જીવના જોખમે બાળકોને લઇ જાય છે.
હાલ વરસાદી માહોલ યથાવત છે અને આ કોઝવેમાં 1 ફૂટ ઉપરથી પાણી પસાર થઇ રહ્યું હોવા છતા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લવાયો નથી. જો આ રીતે વિદ્યાર્થીઓ પણ જોખમ ખેડી અભ્યાસ અર્થે જશે તો, કેવી રીતે બાળકો ભણશે ?