ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં વ્યારા ખાતે વિતરણ વ્યવસ્થાને લઈને બેઠકનું કરાયું આયોજન - vyara

તાપી: જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની શનિવારના રોજ વ્યારા ખાતે અધિક નિવાસી કલેકટર બી. બી. વહોનિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આવેલ તમામ ૨૪૨ વ્યાજબી ભાવની દુકાનોને માર્ચ-2018થી આધાર આધારિત વિતરણ વ્યવસ્થા હેઠળ જોડવામાં આવેલ છે. જે અન્વયે રેશનકાર્ડ ધારકોના નંબર સાથે આધારકાર્ડ લિંક કરવાની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે વસતી સાથે આધારકાર્ડ લિંક કરવાની કામગીરી 97 ટકા પૂર્ણ કરવામાં આવી છે.

તાપી

By

Published : Jun 15, 2019, 11:57 PM IST

આધાર વેરીફીકેશનની કામગીરીની વિગતો આપતાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, NFSA યોજના અન્વયે જિલ્લાના કુલ 1,14,523 રેશન કાર્ડધારકો પૈકી 1,14,521 રેશનકાર્ડધારકોના આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. આમ, રેશનકાર્ડધારકોના આધારકાર્ડ લિંક કરવાની કામગીરી 100 પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 1,11,750 બેંક એકાઉન્ટ મેપ કરી 97.58 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તાપીમાં વ્યાજબી ભાવની દુકાનોમાં વિતરણ વ્યવસ્થાને લઈને બેઠકનું કરાયું આયોજન

ઉજ્જવલા યોજના હેઠળ તાપી જિલ્લામાં 87.42 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર ઇન કેરોસીન યોજના અંતર્ગત તાપી જિલ્લામાં 45,189 નોનગેસ કાર્ડધારકો પૈકી 43,098 કાર્ડધારકોના આધારકાર્ડ સીડીંગની કામગીરી પૂર્ણ થતાં 95.37 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.

માઁ અન્નપર્ણા યોજના અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવિષ્‍ટ કરવા માટે મળેલ 10,546 અરજીઓ પૈકી 5,569 અરજી મંજૂર કરવામાં આવી છે. જ્યારો 4977 અરજી નામંજૂર કરી નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી તેમણે આપી હતી. બેઠકમાં ઉપસ્થિત મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ તાલુકાવાર મળેલી અરજીઓ પૈકી કેટલી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે તેની વિગતે માહિતી મેળવી હતી.

ધારાસભ્ય મોહનભાઇએ અન્ન ત્રિવેણી યોજના હેઠળ જિલ્લામાં કરાયેલ વિતરણની પણ માહિતી મેળવી હતી તથા બાકી રહેતા લાભાર્થીઓને તાત્કાલિક આ યોજના હેઠળ અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત વ્યારાના ધારાસભ્ય પુનાભાઇ ગામીતે પણ જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થાની વિગતે માહિતી મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details