ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાએ યોજ્યો લોક દરબાર - parikshit desai

તાપીઃ જિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી અને પડતર સમસ્યા મામલે લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં સુરત જિલ્લા પોલીસ વડા અશોક મુનિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારની શરૂઆતમાં જ બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈનું પ્રકરણ ગાજ્યું હતું.

lok darbar

By

Published : Jul 26, 2019, 11:13 PM IST

થોડા દિવસ પહેલા જ ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈએ નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો અને તેમની કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. આ કેસમાં ભાજપ મહામંત્રીની કાર હોવાનું જગ જાહેર હોવા છતાં પોલીસે અજાણ્યો કાર ચાલક દર્શાવી ગુનો દાખલ કર્યો હતો. જેથી મહિલા આગેવાન સ્વાતી પટેલે પોલીસ તપાસ અને કાર્યવાહી ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈને બચાવવા કરી હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ યોજ્યો લોક દરબાર

લાંબા સમય બાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાતા લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જેમાં નગરમાં રખડતાં ઢોરો સામે કાર્યવાહી, વકરતી ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નો ગાજયા હતા, ત્યારે હવે આ તમામ પ્રશ્નોનું પોલીસ દ્વારા હકારાત્મક ઉકેલ લવાશે કે, પછી દર વખતના લોક દરબારની જેમ સમસ્યાઓ માત્ર ચર્ચા પૂર્તિ જ રહી જશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details