ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા - વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિર

કોરોના મહામારીને કારણે વાપીમાં આવેલા જલારામ મંદિરે નવા વર્ષના અન્નકૂટ અને 11મી નવેમ્બરે જલારામ જયંતીના કાર્યક્રમો મૌકૂફ રખાયા છે. આ દિવસે માત્ર ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.

વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા
વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા

By

Published : Nov 5, 2021, 2:12 PM IST

  • બીજા વર્ષે પણ જલારામ મંદિરે અન્નકૂટ મહોત્સવ મુલત્વી
  • જલારામ જયંતીના આયોજન પણ મોકૂફ
  • દર્શન માટે મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે

વાપી : વાપીમાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિરે આ વખતના નૂતન વર્ષે બાપાને ધરાવાતા 56 ભોગનો અન્નકૂટ કાર્યક્રમ મુલતવી રખાયો છે. કોરોના મહામારીને કારણે નવા વર્ષે ભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે જ મંદિર ખુલ્લું રખાયું હતું. જ્યારે આગામી 11મી નવેમ્બરે જલારામ જયંતીની ઉજવણી પણ મુલતવી રખાય છે.

વાપીનું પ્રસિદ્ધ જલારામ મંદિર

બીજા વર્ષે પણ જલારામ મંદિરે અન્નકૂટ મહોત્સવ મુલત્વી

વલસાડ જિલ્લાના વાપીમાં આવેલું જલારામ મંદિર ભક્તોમાં આસ્થાનું પ્રતીક છે. નવા વર્ષના દિવસે અહીં હજારો ભક્તો બાપાના દર્શને આવે છે. સાથે જ નવા વર્ષ બાદ સપ્તાહમાં આવતી જલારામ જયંતીની જોરશોરથી તૈયારીઓ આરંભાઈ જતી હોય છે. જો કે આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી નવા વર્ષના દિવસે અન્નકૂટ કાર્યક્રમ મૌકૂફ રખાયો છે. માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રખાયું છે.

વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા

મહાપ્રસાદને બદલે બુંદી-ગાંઠિયા ના પેકેટ આપી ભક્તોને ભીડ નહિ કરવા અનુરોધ

એ જ રીતે આગામી 11મી નવેમ્બરે જલારામ જયંતીની ઉજવણીના મહાપ્રસાદ-મહાઆરતી સહિતના આયોજનો પણ મૌકૂફ રખાયા છે. આ દિવસોમાં ભક્તો માત્ર બાપાના દર્શન કરી શકશે. ભક્તો માટે મંદિર સંસ્થાન દ્વારા આ વખતે મહાપ્રસાદને બદલે બુંદી-ગાંઠિયાના પેકેટ આપી ભક્તોને ભીડ નહિ કરવા અનુરોધ કરશે.

વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા

આ પણ વાંચો:વાપીમાં PM સ્વનિધિ લોન યોજના અંતર્ગત 650 સ્ટ્રીટ વેન્ડરને 65 લાખ રૂપિયાની લોન સહાય અપાઈ

પાટોત્સવ કાર્યક્રમ મુલત્વી રખાયો

આ દિવસે વહેલી સવારે ધ્વજારોહણ, કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે.

આ પણ વાંચો:વાપી- ઉમરગામમાં મોદીના જન્મ દિવસ નિમિત્તે કેક કટિંગ, વેક્સિનેશન ડ્રાઈવ, અનાથ બાળકોને આર્થિક સહાય સહિતના કાર્યક્રમોનું આયોજન

ABOUT THE AUTHOR

...view details