ભગિની સમાજની બહેનો દ્વારા અનોખી સાડી વોકેથોન યોજી મધર્સ ડેની કરી ઉજવણી તાપી: 'એક મા હજારો શિક્ષકોના સમાન છે', 'દુનિયાના બધા દુઃખો જમા કરવાની બેંક એટલે મા', 'માતૃ દેવો ભવ', 'મા તે મા બીજા વગડાના વા'. જેવા સુંદવાક્યોના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગે બુટ અને સાડી પહેરી તાપી જિલ્લાની બહેનો વ્યારા નગરમાં ફરી હતી. યુવા દીકરીઓથી લઈને 70 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ પણ આ સાડી વોકેથોનનો ભાગ બની હતી.
બહેનો સાડી પહેરીની કરી વોકેથોન:વોકેથોનમાં તાપી જિલ્લાના ડોકટરો, પ્રોફેસર, શિક્ષકો જેવા અન્ય વ્યવસાય સાથે જોડાયેલ મહિલાઓ સહિત ગૃહિણીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. લોકો વચ્ચે માતૃત્વ દિવસનો અનોખો સંદેશો પહોંચાડ્યો હતો. આધુનિક યુગના ટૂંકા વસ્ત્રો અને જીન્સ ટીશર્ટ જેવા વસ્ત્રો પહેરનાર સાડી તરફ વળે અને સાડી પહેરીને પણ આપણે હેલ્થ માટે ચાલવા નીકળી શકીએ છે તેવી જાગૃકતાનો દાખલો આપવામાં આવ્યો હતો.
'આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ સાથે હેલ્થનો સમન્વય કરવા આયોજિત કરવામાં આવ્યો હતો. બહેનો પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટેનો આ પ્રયાસ છે.' -સેજલ શાહ, પ્રમુખ, ભગિની સમાજ, વ્યારા
વોકેથોનનો ઉદેશ્ય માતૃશક્તિને ઉજાગર કરવાનો:તાપીના વ્યારા નગરમાં પહેલીવાર યોજાઈ રહેલ સાડી વોકેથોનનો ઉદેશ્ય માતૃશક્તિને ઉજાગર કરવાની સાથે ભુલાતિ જતી આપણી સંસ્કૃતિ એટલે કે સાડીની સંસ્કૃતિ પ્રત્યે લોક જાગૃતતા આવે અને હંમેશા 24*7 કલાક પોતાના પરિવાર પછાડી વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાનાજ સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર થઈ જતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં ગંભીર રોગનો ભોગ બનતી હોય છે. આવી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યની પણ દરકાર કરે તે આજની વોકેથોનનો ઉદેશ્ય હતો.
- Mother's day 2023: રાજકોટમાં માતૃ દિવસની અનોખી ઉજવણી, પટોળા અને બાંધણીની સાડી પહેરી કરી વોકાથોન
- International Mothers Day 2023 : પ્રતિમા સ્વરૂપે માતાની સતત સહાનુભૂતિની વચ્ચે થઈ રહી છે મધર દિવસની ઉજવણી
- International Mother's Day 2023: રાજકોટની આ માતા પોતાના ત્રણ સંતાનોના પાલન માટે ચલાવે છે ઇ-રીક્ષા