ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીના ઝાંખરી ગામમાં લોકો કોરોના ટેસ્ટ અને વેક્સિનેશનથી દૂર ભાગે

એક તરફ વૈશ્વિક મહામારી કોરોનાએ મોટા શહેરોને ઘમરોળી નાખ્યું છે. ત્યારે તેમાંથી ગામડાઓ પણ બાકાત રહ્યા નથી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઝાખરી ગામમાં છેલ્લાં 15 દિવસમાં કોરોનાના લક્ષણો ધરાવતા 25 લોકોના મૃત્યુ થયા છે.

ઝાંખરી ગામ
ઝાંખરી ગામ

By

Published : May 10, 2021, 10:45 AM IST

  • ઋતુચક્ર બદલવાના કારણે તાવ, શરદી, ખાસી જેવી માન્યતા
  • ગ્રામીણ પ્રજાજનો કોરોના ટેસ્ટ કરવાથી દૂર ભાગે
  • કોરોનાનો ગામડામાં પ્રવેશએ વહીવટી તંત્ર માટે પડકાર રૂપ

તાપી :કાળમુખો કોરોનાનો ગામડામાં પ્રવેશે તે વહીવટીતંત્ર માટે પડકારરૂપ બન્યો છે. જ્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝાંખરી ગામમાં કોરોનાની બિમારીથી અનેક લોકો સપડાયેલા છે. ઝાખરી ગામમાં છેલ્લાં 15 દિવસમાં કોરોનાના લક્ષણો ધરાવતા 25 લોકોના મૃત્યુ થયા છે. કેટલાક ઘરોમાં 2થી 3 લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે દરેક બીજા ઘરે શરદી, ખાંસી, તાવ અને શરીરના દુઃખવા સાથે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ જોવા મળી રહેલા છે.

ઝાંખરી ગામ

આ પણ વાંચો : કોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત

ટીમ વેક્સિનેસન માટે કે કોરોના ટેસ્ટ માટે આવે તો લોકો ઘર બંધ કરી નાખે

બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા અબૂધ અને ભોળા આદિવાસીઓમાં એવી માન્યતા છે કે, ઋતુચક્ર બદલવાના કારણે તાવ, શરદી, ખાંસી જેવી સામન્ય બિમારી થતી હોય છે. આ માન્યતાના કારણે ગ્રામીણ પ્રજાજનો કોરોના ટેસ્ટ કરવાથી દૂર ભાગી રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ વેક્સિનેસન માટે કે કોરોના ટેસ્ટ માટે આ વિસ્તારમાં જાય છે. ત્યારે ગ્રામજનો ઘરો બંધ કરી ખેતરોમાં જતા રહે છે.

આ પણ વાંચો : ખેડાના ચુણેલ ગામમાં કોરોના સંક્રમણ સામે સહિયારા પ્રયાસો

ABOUT THE AUTHOR

...view details