ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી: વ્યારા કરંજવેલ ગામે મેડિકલ ફિલ્ડ હેલ્થ વર્કર સાથે અભદ્ર વર્તન

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરાંજવેલ ગામે કોરોના દર્દીના કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરી અને દવા આપવા ગયેલા મહિલા ફિલ્ડ હેલ્થ વર્કર સાથે કોરોના દર્દીના પત્નીએ કર્યો અભદ્ર વ્યવહાર. કોરોનાના દર્દી અરવિંદભાઇના પત્નીએ દવા લેવાનો ઇન્કાર કર્યો અને કન્ટેઇન્ટમેન્ટ ઝોનનું બેનર લગાડવા ઇનકાર કરી દિધો અને કામગીરી કરનારા હેતલ ઠાકર પોઝિટિવ દર્દીના પત્નીએ હાથમાં જોરદાર થપ્પડ મારી હતી. ત્યાર બાદ મેડિકલ ફિલ્ડ વર્કર દ્વારા મેડિકલ ઓફિસરને ફરિયાદ કરી હતી.

બાદ મેડિકલ ફિલ્ડ વર્કર દ્વારા મેડિકલ ઓફિસરને કરી ફરિયાદ
બાદ મેડિકલ ફિલ્ડ વર્કર દ્વારા મેડિકલ ઓફિસરને કરી ફરિયાદ

By

Published : May 14, 2021, 7:10 AM IST

  • કોરોના દર્દીના પત્નીએ કર્યો અભદ્ર વ્યવહાર
  • મહિલા હેલ્થ વર્કર કરંજવેલમાં છેલ્લા ૫ વર્ષથી ફરજ પર
  • બાદ મેડિકલ ફિલ્ડ વર્કર દ્વારા મેડિકલ ઓફિસરને કરી ફરિયાદ

તાપી:વ્યારાના કરંજવેલ ગામે મેડિકલ ફિલ્ડ હેલ્થ વર્કર સાથે અભદ્ર વર્તન કરતા હેતલબેન ઠાકર દ્વારા મેડિકલ ઓફિસરને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેઓ કરંજવેલમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. 06 મે 2021ના રોજ કરંજવેલ ગામમાં બડકી ફળિયામાં કોરોના RT-PCR પોઝિટિવ કેસને કન્ટેઈન્ટમેન્ટ ઝોનની કામગીરી તેમજ દવા આપવાની હોવાથી તેઓ તેમના દર્દીનાં ઘરે ગયા હતા.

કોરોના દર્દીના પત્નીએ કર્યો અભદ્ર વ્યવહાર

મેડિકલ ફિલ્ડ હેલ્થ વર્કર જોડે અભદ્ર ભાષામાં ગાળા-ગાળી કરી

કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ તેઓ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન પોઝિટિવ દર્દી ગામીત અરવિંદભાઈ રામાભાઈ (ઉ.વ. 50)ના ધર્મપત્નીએ મારા પતિને કોરોના પોઝિટિવ નથી અને ખોટા રિપોર્ટ આપીને હેરાન-પરેશાન કરો છો. તેવું કહી તેઓ જોડે અભદ્ર ભાષામાં ગાળા-ગાળી કરી હતી. તેઓ મોબાઈલમાંથી લોકેશનની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ પાસે ઘસી આવી હેતલબેન સાથે મારા-મારી અને ધક્કા મુકી કરી હતી અને મોબાઈલ પકડેલા હાથમાં જોરથી થપ્પડ મારતા મોબાઈલ પડી ગયો હતો.

કોરોના દર્દીના પત્નીએ કર્યો અભદ્ર વ્યવહાર

આ પણ વાંચો:ધારાસભ્ય કાંધલ જાડેજા અને મહેર સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારને પોલીસે ઝડપી લીધો

કરંજવેલ આરોગ્ય ટીમે કરી વિનંતી

પોઝિટિવ દર્દી ૨મેશભાઈની ધર્મપત્નીએ માસ્ક પણ પહેરેલું ન હતું. જે અંગે માસ્ક પહેરવા વિનંતી કરતા અમારા પર ઉશ્કેરાઈ જઈને ગમે તે ભાષામાં એલફેલ શબ્દોમાં ગાળા-ગાળી કરી હતી. કન્ટેન્ટમેઈન્ટ ઝોનમાં તેઓને બેનર પણ લગાવવા દીધું ન હતું. કોઈ પણ પ્રકારની દવા લેવા ના પાડી હતી. આમ આ બહેને મહિલા હેલ્થ વર્કરને સરકારી કામમાં અવરોધ ઉભો કરેલો હતો. જેથી સરકારી કામમાં અડચણ ઊભી કરવા બદલ એપેડેમિક એક્ટ અન્વયે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા મેડિકલ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવે તેવી મહિલા હેલ્થ વર્કર (હેતલબેન) અને કરંજવેલ આરોગ્ય ટીમે વિનંતી કરી હતી.

કોરોના દર્દીના પત્નીએ કર્યો અભદ્ર વ્યવહાર

3 દિવસમાં કાર્યવાહી નહી થાય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જશે

વધુમાં મહિલા હેલ્થ વર્કરે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ આ ગામમાં કામગીરી દરમિયાન અને ગૃહ મુલાકાત વખતે વારંવાર આવા ભૂતકાળમાં બનાવ બન્યા હતા. જેથી હેલ્થ વર્કરની કોઈ સલામતી નથી. જો કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો તેઓ અને આરોગ્ય ટીમ પર જાનનું જોખમ રહેલું છે. મહિલા હેલ્થ વર્કર દ્વારા મેડિકલ ઓફિસર પર યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. જો 3 દિવસમાં આ બાબતે કોઈ કાર્યવાહી નહી થાય તો તેઓ જાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જશે.

આ પણ વાંચો: ધોનીની પુત્રી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીની તપાસ માટે રાંચી પોલીસ કચ્છ આવશે

આરોગ્ય કર્મચારી સાથે થયેલી ગેરવર્તણૂંકની કરંજવેલ સરપંચને મેડિકલ ઓફિસરે જાણ કરી

કોવિડ-19ની ગાઈડલાઇન મુજબ ઘરે જ હોમ આઇસોલેશનમાં રહેવા તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરી અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવા માટે મેડિકલની ટીમ ગયેલી હતી. તે દરમિયાન અરવિંદભાઇ અને તેમના પત્ની દ્વારા તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવેલું હતું. જે ઘણી નિંદાજનક ઘટના છે. કરંજવેલ ગામમાં આ જે ઘટના બનેલી છે. તેનાથી આરોગ્યલક્ષી કામગીરી કરવા માટે સ્ટાફમાં ડરનો માહોલ પેદા થયેલો છે. આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનોની સુરક્ષા તેમજ માન-સમ્માન જળવાઈ રહે તેમજ આરોગ્યલક્ષી તમામ કામગીરીમાં ગ્રામજનો મારફતે અને ગ્રામ પંચાયતના તમામ આગેવાનો મારફતે સાથ સહકાર મળી રહે તેવી જાણ કરી હતી. ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવી ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details